• Home
  • News
  • રાજ્યમાં ચોમાસું નબળું પડ્યું, ગઈકાલે માત્ર 38 તાલુકામાં વરસાદ, સૌથી વધુ મહેમદાવાદમાં એક ઈંચ, આજે બે જ તાલુકામાં વરસાદ
post

આજે કચ્છના નખત્રાણામાં 14 મિમિ અને અરવલ્લીના ભિલોડામાં 3 મિમિ વરસાદ નોંધાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-21 11:20:54

ગાંધીનગર: રાજ્યમાં ચોામાસુ નબળુ પડ્યું હોય તેવા આંકડાઓ સામે આવી રહ્યા છે. ગઈકાલે રાજ્યના 38 તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના મહેમદાવાદમાં નોંધાયો હતો. મહેમદાવાદમાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે સુરતના માંગરોળમાં પણ એક ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાજ્યમાં આજે માત્ર 2 તાલુકામાં વરસાદ નોઁધાયો છે. જેમાં કચ્છના નખત્રાણામાં 14 મિમિ અને અરવલ્લીના ભિલોડામાં 3 મિમિ વરસાદ નોંધાયો છે.

ગઈકાલે 20 જુલાઈએ રાજ્યના 38 તાલુકામાં જ વરસાદ

ગઈકાલે રાજ્યના માત્ર  38 તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ 28 મિમિ વરસાદ ખેડાના મહેમદાવાદમાં, ત્યારબાદ સુરતના માંગરોળમાં 22 મિમિ, નર્મદાના દેડિયાપાડા અને સુરતના ઉમરપાળામાં 20 મિમિ, પાલિતાણામાં 15 મિમિ, ભરૂચના નેત્રંગમાં 12 મિમિ, અમદાવાદના દસક્રોઈમાં 11 મિમિ વરસાદ પડ્યો છે. જ્યારે ગાંધીધામ, આણંદ, અને અંકલેશ્વરમાં 8-8 મિમિ વરસાદ પડ્યો છે. કચ્છના નખત્રાણમાં 8 મિમિ, જ્યારે ભુજ, સાબરકાંઠાના હિંમતનગર અને આણંદના પેટલાદમાં 5-5 મિમિ વરસાદ પડ્યો છે.

20 જુલાઈએ રાજ્યમાં નોંધાયેલા 5 મિમિથી વધુ વરસાદના આંકડા

જિલ્લો

તાલુકો

વરસાદ (મિમિમાં)

ખેડા

મહેમદાવાદ

28

સુરત

માંગરોળ

22

નર્મદા

દેડિયાપાડા

20

સુરત

ઉમરપાળા

20

ભાવનગર

પાલિતાણા

15

ભરૂચ

નેત્રંગ

12

અમદાવાદ

દસક્રોઈ

11

કચ્છ

ગાંધીધામ

9

આણંદ

આણંદ

9

ભરૂચ

અંકલેશ્વર

9

કચ્છ

નખત્રાણા

8

કચ્છ

ભુજ

5

સાબરકાંઠા

હિંમતનગર

5

આણંદ

પેટલાદ

5

 

adv

Related News

post
post
post
post
post
post
post