• Home
  • News
  • અત્યાર સુધી 12,438થી વધુ કેસઃ દેશમાં સંક્રમિતોની સંખ્યા 15 દિવસમાં 6 ગણી થઈ, દર 4માંથી એક દર્દી મહારાષ્ટ્રનો
post

દેશમાં 14 એપ્રિલે 133 અને 13 એપ્રિલે 1242 કોરોના સંક્રમિત મળ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-16 10:57:45

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 12,438થી વધુ થઈ ગઈ છે. બુધવારે મહારાષ્ટ્રમાં 232 નવા દર્દી મળ્યા હતા. દિલ્હી, તમિલનાડુ અને રાજસ્થાનમાં પણ સંક્રમિતોની સંખ્યા 1 હજારથી વધુ થઈ ગઈ છે. તો બીજી તરફ ગુજરાતમાં 116, મધ્યપ્રદેશમાં 197, રાજસ્થાનમાં 71 અને ઉત્તરપ્રદેશમાં 75 નવા લોકોમાં સંક્રમણની પુષ્ટી કરવામાં આવી છે. આ આંકડા covid19india.org  અને રાજ્ય સરકાર તરફથી મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે સાંજે 5 વાગ્યા સુધી દેશમાં 11 933 સંક્રમિત મળ્યા હોવાની માહિતી આપી હતી. જેમાંથી 10 હજાર 197ની સારવાર ચાલી રહી છે. 1343 લોકો સ્વસ્થ થઈ ગયા છે અને 392 લોકોના મોત થયા છે.

 મહત્વના અપડેટ્સ

·         રાજસ્થાનમાં કોરોના વાઈરસથી સંક્રમિત 25 નવા દર્દીઓની પુષ્ટી કરાઈ 

·         લોકડાઉન વચ્ચે કર્ણાટકમાં 14 વિભાગોના કર્મચારીઓને કામ પર પાછા આવવાનો આદેશ

 

adv

Related News

post
post
post
post
post
post
post