• Home
  • News
  • 2700થી વધુ મોત કોવિડથી થયા, દર્દીનાં મોતનું કારણ પરિવારને પણ નથી અપાતું
post

મોત નક્કી કરવાની સત્તાના પરિપત્ર અંગે જયંતી રવિ નિરુત્તર

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-17 12:31:54

રાજકોટ: કોરોના પોઝિટિવ દર્દીનું મોત થાય ત્યારે ડેથ ઓડિટ કમિટી નક્કી કરે તે જ મોતને કોરોનાથી મોત ગણાય છે. આવા 2700 મોત આરોગ્ય વિભાગે જાહેર કર્યા છે પણ તે સિવાયના જે મોત છે તેની પાછળ કારણ શું તે પરિવારને પણ જણાવાતું નથી. જ્યારે કોઇ મોત થાય ત્યારે દર્દીના પરિવારજનોને જે તે હોસ્પિટલમાંથી ડેથ સર્ટિફિકેટ માટે લેટર અપાય છે અને તેમાં પણ કોરોના પોઝિટિવ હોવાનું બતાવાય છે. મૃતકનું ડેથ ઓડિટ પૂરું કરાય પછી તેને કોરોનામાં ગણવા કે નહીં તે નક્કી થાય છે. જો કે પછી પરિવારને કહેવાતું નથી કે તેમના સ્વજન કોરોનાથી કે પછી અન્ય કારણથી મોતને ભેટ્યા છે.

જયંતી રવિને પ્રશ્ન કરાતા તેઓ નિરુત્તર રહ્યા
આ ઉપરાંત જો કોઇ વ્યક્તિને જાણવું હોય તો પહેલા જે તે સિવિલ હોસ્પિટલ કે પછી તંત્રને અરજી કરવાની રહે છે અને એ અરજી પરથી ડેથ ઓડિટ કમિટીએ તબીબી ભાષામાં 3 પેજનું ફોર્મ બનાવ્યું હોય તે અપાય છે, ચોક્કસ અને સરળ ભાષામાં કારણ અપાતું નથી. ડેથ ઓડિટ કમિટી કોવિડનાં મોત નક્કી કરે તેવી સત્તા મામલે જયંતી રવિએ ગાઈડલાઈન આધારે કરાયાનું કહ્યું હતું પણ, કઇ ગાઈડલાઈનના આધારે છે કઈ તારીખે બહાર પાડી તેમજ ડેથ ઓડિટ કમિટીના ગઠન માટે સરકારે ક્યો પરિપત્ર કર્યો છે અને કઈ રીતે બેઠક બોલાવવાની છે તે મામલે જયંતી રવિને પ્રશ્ન કરાતા તેઓ નિરુત્તર જ રહ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post