• Home
  • News
  • રાજ્યના 14 તાલુકામાં ચોમાસાના પ્રથમ સપ્તાહમાં 30 %થી વધુ વરસાદ, સૌથી વધુ કચ્છના માંડવી અને બોટાદના ગઢડામાં
post

રાજ્યમાં સિઝનના પ્રથમ સપ્તાહમાં રાજ્યમાં 111.31 મિ.મી. વરસાદ પડ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-23 12:12:49

ગાંધીનગર: રાજ્યમાં 14 જૂનથી વિધિવત ચોમાસાની શરૂઆત થઇ છે, જોકે પ્રિમોન્સૂન એક્ટિવિટી દરમિયાન પણ રાજ્યમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. અને ચોમાસાની શરૂઆત થતાની સાથે જ સૌરાષ્ટ્ર, કચ્છમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને આ વિસ્તારોમાં ચોમાસાના એક અઠવાડિયામાં જ સિઝનનો 30 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. તેમાં પણ સૌથી વધુ વરસાદ કચ્છના માંડવીમાં 78 ટકા પડ્યો છે અને ત્યારબાદ બોટાદના ગઢડામાં 62.87 અને અમરેલીના લિલિયામાં 43 ટકા વરસાદ વરસ્યો છે. 

રાજ્યમાં એક અઠવાડિયામાં સિઝનનો 13 ટકા વરસાદ નોંધાયો
રાજ્યમાં સરેરાશ સિઝનનો 831 મિ.મી. વરસાદ નોંધાતો હોય છે. જોકે આ વખતે પ્રિમોન્સૂન એક્ટિવિટીમાં અને ચોમાસાની શરૂઆતમાં રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ પડતાં સિઝનના પ્રથમ સપ્તાહમાં રાજ્યમાં 111.31 મિ.મી. વરસાદ પડ્યો છે એટલે કે સિઝનનો 13.39 ટકા વરસાદ એક સપ્તાહમાં નોંધાયો છે. રાજ્યમાં 6 તાલુકામાં 251થી 500 મિ.મી., 78 તાલુકામાં 126થી 250 મિ.મી., 123 તાલુકામાં 51થી 125 મિ.મી. અને 43 તાલુકામાં 50 મિ.મી. સુધીનો વરસાદ નોંધાયો છે. 

રાજ્યના 14 તાલુકમાં નોંધાયેલો વરસાદ

જિલ્લો

તાલુકો

સિઝનનો વરસાદ (mmમાં)

અત્યારસુધીનો વરસાદ (mmમાં)

વરસાદ ટકાવારીમાં

કચ્છ

માંડવી

426

333

78.09

બોટાદ

ગઢડા

546

343

62.87

અમરેલી

લિલિયા

640

275

43

અમરેલી

ખાંભા

616

229

37.15

રાજકોટ

ગોંડલ

690

247

35.78

અમરેલી

અમરેલી

644

222

34.48

પોરબંદર

કુતિયાણા

715

238

33.31

જૂનાગઢ

માળિયા

986

327

33.18

દેવભૂમિ દ્વારકા

કલ્યાણપુર

750

244

32.54

પોરબંદર

રાણાવાવ

723

232

32.07

દેવભૂમિ

ખંભાળિયા

714

223

31.22

જામનગર

જામજોધપુર

666

213

31.98

કચ્છ

ભુજ

358

113

31.58

પોરબંદર

પોરબંદર

656

207

31.54

અમદાવાદ

ધંધૂકા

712

216

30.33

 

adv

Related News

post
post
post
post
post
post
post