• Home
  • News
  • IOCLના કોન્ટ્રાકટ પરના 400થી વધુ કર્મચારીઓને 2 મહિનાથી પગાર ન મળતા કંપનીના ગેટ પાસે હોબાળો, પરિવારનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બન્યું
post

કર્મચારીઓએ 2 મહિનાનો પગાર આપવાની માંગ કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-12 12:00:48

વડોદરા: વડોદરા શહેરના છેવાડે કોયલી ગામ પાસે આવેલી IOCLના કોન્ટ્રાકટ પરના 400થી વધુ કર્મચારીઓને 2 મહિનાથી પગાર ન મળતા કંપનીના ગેટ બહાર હોબાળો મચાવ્યો હતો અને 2 મહિનાનો પગાર ચુકવવાની માંગ કરી હતી.  


કર્મચારીઓએ 2 મહિનાનો પગાર આપવાની માંગ કરી
કોરોના વાઈરસને લઇને લોકડાઉનમાં કોઈનો પગાર ન રોકવાના સરકારનો આદેશ હોવા છતાં IOCLના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને માર્ચ અને એપ્રિલ માસનો પગાર ચુકવવામાં આવ્યો નથી. જેને પગલે કર્મચારીઓનો રોષ જોવા મળી રહ્યો છે. બે મહિનાનો પગાર ન મળતા કર્મચારીઓને પરિવારનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બની ગયું છે. જેથી આજે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ IOCL ગેટ ઉપર એકત્ર થયા હતા અને હોબાળો મચાવ્યો હતો અને 2 મહિનાનો પગાર આપવાની માંગ કરી હતી. લોકડાઉનમાં પગાર ન મળતા ખુબ જ મુશ્કેલીમાં મુકાઇ ગયા છીએ


IOCLના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, લોકડાઉનમાં પગાર ન મળતા ખુબ જ મુશ્કેલીમાં મુકાઇ ગયા છીએ અને પરિવારનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બની ગયું છે. અમને પગાર મળે તો અમારી મુશ્કેલી દૂર થઇ શકે તેમ છે.