• Home
  • News
  • રોડ પર ટોળામાં ઉભા રહેતા 50થી વધુની ધરપકડ, પૂર્વ વિસ્તારમાં પોલીસની કડક કાર્યવાહી, પશ્ચિમમાં ઢીલાશ
post

પશ્ચિમ વિસ્તારમાં કેટલાક વિસ્તારોમાં પણ લોકો ટોળામાં ઉભા હોય છે પરંતુ પોલીસ જોઈને જતી રહે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-26 11:56:37

અમદાવાદ: વૈશ્વિક મહામારી કોરોના વાઇરસથી બચવા માટે સમગ્ર ભારતમાં લોકડાઉન કરવમાં આવ્યું છે. સમગ્ર રાજયમાં CRPC 144 કલમ લાગુ કરવામાં આવી છે. ઘરની બહાર કામ વગર ન નીકળવા લોકોને સૂચના આપવામાં આવી છે. છતાં કેટલાક લોકો ઘરની બહાર નીકળી ટોળામાં ઉભા રહે છે. અમદાવાદમાં આ રીતે ટોળાશાહીમાં ઉભા રહી જાહેરનામાં ભંગના 25થી વધુ ગુના નોંધાયા છે અને 50થી વધુ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. શહેરના પૂર્વ વિસ્તાર એવા રામોલ, ગોમતીપુર,રખિયાલ, ઇસનપુરમાં પોલીસ આવા ટોળાશાહી કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરી રહી છે. જ્યારે પશ્ચિમ વિસ્તારમાં કેટલાક વિસ્તારોમાં પણ લોકો ટોળામાં ઉભા હોય છે પરંતુ પોલીસ જોઈને જતી રહે છે. 

 

ઉપરાંત અમદાવાદમાં અનેક લોકોને હોમકવોરોન્ટાઇન રાખવામાં આવ્યા છે. 14 દિવસ માટે ઘરની બહાર ન નીકળવા સૂચના આપવામા આવે છે છતાં કેટલાક લોકો બહાર નીકળે છે. શહેરના ઇસનપુર, વટવા અને રામોલમાં ક્વોરોન્ટાઇનનો ભંગ કરનારા 3 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. વટવા અને ઇસનપુરમાં કોર્પોરેશનના અધિકારીઓએ ફરિયાદ નોંધાવી છે. જ્યારે રામોલમાં PSI વી.બી. વાઘેલા પેટ્રોલિંગમાં હતા ત્યારે હોમક્વોરોન્ટાઇનના બોર્ડ મારેલા મકાનની બહાર એક વ્યક્તિ ઉભેલો હતો તેને બહાર ન નીકળવા સૂચના હોવા છતાં બહાર નીકળતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post