• Home
  • News
  • વિશ્વભરમાં 50 લાખથી વધુ કેસ નોંધાયા, 3.25 લાખથી વધુ લોકોના મોત: જાપાનમાં સંક્રમણમાં ઘટાડો
post

બ્રાઝીલમાં 24 કલાકમાં 17 હજાર 408 કેસ નોંધાયા, 1179 લોકોના મોત

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-20 11:06:34

ન્યૂયોર્ક: વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 49.86 લાખ કેસ નોંધાયા છે. જેમાં 3.25 લાખ લોકોના મોત થયા છે. 19.59 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાના 15 લાખ 70 હજાર 583 કેસ નોંધાયા છે. જેમાં 93 હજાર 533 લોકોના મોત થયા છે. અહીં 3.61 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. 1.27 કરોડ લોકોના ટેસ્ટ કરાયા છે.

અમેરિકામાં અટકાયતમાં રખાયેલા 1145 પ્રવાસીઓ કોરોના સંક્રમિત

અમેરિકામમાં અટકાયતમાં રખાયેલા 1145 પ્રવાસીઓ કોરોના સંક્રમિત છે. અટકાયત કરાયેલા 2194 લોકોની તપાસ કરાઈ હતી.


બ્રાઝીલમાં 24 કલાકમાં 17 હજાર 408 કેસ નોંધાયા
બ્રાઝીલમાં ઝડપથી સંક્રમણ ફેલાઈ રહ્યું છે. અહીં 24 કલાકમાં 17 હજાર 408 કેસ નોંધાયા છે અને 1179 લોકોના મોત થયા છે. બ્રાઝીલમાં કુલ 2.72 લાખ કેસ નોંધાય ચૂક્યા છે અને 17 હજાર 983 લોકોના મોત થયા છે. 

જાપાનમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો

જાપાનમાં કોરોના સંક્રમણ રેટમાં સતત ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં અહીં માત્ર 25 નવા કેસ નોંધાય છે. જાપાનમાં કુલ 17 હજાર 104 કેસ નોંધાયા છે, જ્યારે 768 લોકોના મોત થયા છે.રશિયામાં કોરોના સંક્રમણનો આંકડો ત્રણ લાખ
રશિયામાં કોરોના સંક્રમણનો આંકડો ત્રણ લાખે પહોંચી ગયો છે. અહીં 2837 લોકોના મોત થયા છે. રશિયામાં 73.52 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે.

પેરુમાં સંક્રમિત લોકોની સંખ્યા એક લાખની નજીક
પેરુમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 99 હજાર 483 થઈ ગઈ છે. અહીં 2914 લોકોના મોત થયા છે. 

ઈઝરાયલમાં ધાર્મિક સ્થળો ખુલશે
ઈઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂએ કહ્યું કે બુધવાર સવારથી ધાર્મિક સ્થળો ખોલવામાં આવશે. એક હોલમાં 50 લોકોને ભેગા થવાની મંજૂરી અપાઈ છે. અહીં કોરોનાના 16 હજાર 659 કેસ નોંધાયા છે અને 278 લોકોના મોત થયા છે.

ચીનમાં પાંચ નવો કેસ નોંધાયો
ચીનમાં કોરોનાના પાંચ નવો કેસ નોંધાયો છે, જેમાંથી એક વિદેશી નાગરિક સાથે જોડાયેલો છે. દેશમાં અત્યાર સુધીમાં 1662 વિદેશી નાગરિકોને સારવાર પછી રજા અપાઈ છે. ચીનમાં કુલ 82 હજાર 965 કેસ નોંધાયા છે અને 4634 લોકોના મોત થયા છે. ચીનમાં હાલ 87 એક્ટિવ કેસ છે.

યમનમાં કોરોનાના 37 નવા કેસ નોંધાયા છે. કુલ પોઝિટિવ કેસ 167 થયા છે.

adv

Related News

post
post
post
post
post
post
post