• Home
  • News
  • 53,007 કેસ, મૃત્યુઆંક-1,758: મહારાષ્ટ્રમાં એક દિવસમાં રેકોર્ડ 1233 કેસ, ગૃહ મંત્રાલયની બંગાળને ચિઠ્ઠી- તમારા રાજ્યમાં ટેસ્ટિંગ ઓછું, ડેથ રેટ વધારે
post

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ લોકડાઉનની સમીક્ષા કરવા માટે કોંગ્રેસ શાસિત રાજ્યોની મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-07 11:08:52

 

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 53,007 થઈ ગઈ છે અને 1,758 લોકોના મોત થયા છે. અત્યાર સુધી દેશમાં 15,331 લોકો સાજા થયા છે. ગૃહ મંત્રાલયના સચિવ અજય ભલ્લાએ બુધવારે પશ્વિમ બંગાળના મુખ્ય સચિવ રાજીવ સિન્હાને ચિઠ્ઠી લખી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્યમાં જેટલી વસ્તી છે તેના પ્રમાણમાં ટેસ્ટિંગ ઓછું થઈ રહ્યું છે અને ડેથ રેટ વધારે છે. ભીડભાડ વાળા વિસ્તાર પર રેન્ડમ ટેસ્ટિંગની જરૂર છે. સંક્રમણની દેખરેખ અને ટેસ્ટિંગ બધું ઓછું છે. પત્રમાં આગળ કહેવામાં આવ્યું હતું કે, ‘કોલકાતા અને હાવડામાં ઘણા અન્ય સ્થળો પર લોકડાઉનનું ઉલ્લંઘન થયું. કોરોના વોરિયર્સ પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. લોકડાઉનનું કડકાઈથી પાલન જરૂરી છે

બીજી બાજુ સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે, અમે એક મહિના દરમિયાન 5.5 કરોજ લોકોનો સર્વે કર્યો છે. સાથે જ મહારાષ્ટ્રમાં બુધવારે સંક્રમણના 1233 નવા દર્દી સામે આવ્યા જ્યારે 34 લોકોનું સંક્રમણથી મોત થયા છે. રાજ્યમાં સંક્રમણના અત્યાર સુધી 651ના જીવ ગયા છે.

પાંચ દિવસ જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ આવ્યા 

દિવસ

કેસ

05 મે

2966

04 મે

3900

03મે

2676

02મે

2567

01મે

2396

26 રાજ્ય, 7 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ ફેલાયું 
કોરોના વાઈરસનું સંક્રમણ દેશના 26 રાજ્યોમાં ફેલાયું છે. 7 કેન્દ્ર શાસિત પ્રદેશ પણ આના સંકજામાં આવી ગયા છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, પુડ્ડુચેરી અને દાદરા નગર હવેલી સામેલ છે.  

રાજ્ય

કેટલા સંક્રમિત

કેટલા સાજા થયા 

કેટલાનું મોત

મહારાષ્ટ્ર

16758

3094

651

ગુજરાત

6625

1500

396

દિલ્હી

5104

1468

64

મધ્યપ્રદેશ

3138

1099

185

રાજસ્થાન

3317

1739

93

તમિલનાડુ

4829

1516

35

ઉત્તરપ્રદેશ

2998

1130

60

આંધ્રપ્રદેશ

1777

729

36

તેલંગાણા

1107

648

29

પશ્વિમ બંગાળ

1456

265

144

જમ્મુ કાશ્મીર

775

322

08

કર્ણાટક

693

354

29

કેરળ

503

462

04

પંજાબ

1526

135

27

હરિયાણા

594

260

07

બિહાર

542

188

04

ઓરિસ્સા

185

61

02

ઝારખંડ

127

37

03

ઉત્તરાખંડ

61

39

01

હિમાચલ પ્રદેશ

43

34

03

આસામ

46

35

01

છત્તીસગઢ

59

36

00

ચંદીગઢ

124

21

01

આંદામાન-નિકોબાર

33

32

00

લદ્દાખ

42

17

00

મેઘાલય

12

10

01

પુડ્ડુચેરી

12

06

00

ગોવા 

07

07

00

મણિપુર

02

02

00

ત્રિપુરા

42

02

00

અરુણાચલ પ્રદેશ

01

01

00

દાદરા નગર હવેલી

01

01

00

મિઝોરમ

01

00

00

દેશના રાજ્યોની સ્થિતિ 

મધ્યપ્રદેશ, સંક્રમિતઃ3138- મધ્યપ્રદેશ સરકારે બુધવારે જણાવ્યું કે, 1984 ગેસ કાંડના એ પીડિતોનું સ્ક્રિનીંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે પહેલા ગંભીર રીતે બિમાર હતા. જો તપાસમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું તો તેમને આઈસોલેટ પણ કરવામાં આવશે. ભોપાલમાં કોરોના સંક્રમણથી 19 લોકોના મોત થયા છે.

ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ2998- બુધવારે સાંજ સુધી અહીંયા 118 નવા કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં કુલ સંક્રમિત બે હજાર 998 થઈ ગયા છે. 1808 એક્ટિવ છે. 1130 ડિસચાર્જ કરાઈ શકાય છે. કુલ 60 સંક્રમિતોના મોત થયા છે. આ માહિતી રાજ્ય સ્વાસ્થ્ય વિભાગે જાહેર કરી છે. 

મહારાષ્ટ્ર, સંક્રમિતઃ16758- અહીંયા 24 કલાકમાં 1 હજાર 233 નવા કેસ સામે આવ્યા  હતા. આ એક દિવસમાં અત્યાર સુધી નોંધાયેલા આંકડાઓમાં સૌથી વધારે આંકડો હતો. આ દરમિયાન 34 સંક્રમિતોના મોત થયા છે. મૃતકોનો આંકડો 651 થઈ ગયો છે. 

રાજસ્થાન, સંક્રમિતઃ 3317- રાજસ્થાનમાં બુધવારે 82 નવા દર્દી નોંધાયા હતા. એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું. આ સાથે જ રાજ્યમાં મૃતકોની સંખ્યા 90 થઈ ગઈ છે. ચિકિત્સા વિભાગના જણાવ્યા પ્રમાણે, જયપુર 27, જોધપુરમાં 32, અજમેર ચાર, પાલીમાં સાત, ડંગરપુરમાં બે, ધોલપુરમાં બે સવાઈ માધોપુર, ભરપુર , ચિત્તોડગઢ અને અલવરમાં એક એક નવા કોરોના સંક્રમિતો સામે આવ્યા હતા.

બિહાર, સંક્રમિતઃ542- અહીંયા બુધવારે પૂર્ણિયા જિલ્લામાં એક કોરોના પોઝિટિવ દર્દી મળ્યા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 536 થઈ ગયા છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે, રાજ્યના 32 જિલ્લાના સંક્રમણના સંકજામાં આવી ચુક્યા છે. સૌથી વધારે 102 દર્દી મુંગેર જિલ્લામાં હતા. 

દિલ્હી, સંક્રમિતઃ5104- દિલ્હી પોલીસે બુધવારે જણાવ્યું કે, રાજધાનીના ભારત નગર પોલીસ સ્ટેશનના કોન્ટસ્ટેબલ અમિતનું મંગળવારે અચાનક તબિયત લથડી હતી. ત્યારબાદ તેમને RML હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

 

adv

Related News

post
post
post
post
post
post
post