• Home
  • News
  • આફતને અવસરમાં બદલી નાંખે એે જ સાચો ગુજરાતી:4 માસમાં 60 હજારથી વધુ ડીમેટ એકાઉન્ટ ખૂલ્યાં, ઘરેબેઠાં શેરબજારમાં ટર્નઓવર 40% વધારીને રૂ.9000 કરોડ કર્યું
post

15% હિસ્સો દેશના કુલ 4.25 કરોડ ડિમેટ એકાઉન્ટ્સમાં ગુજરાતીઓનો રહેલો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-21 09:07:56

ધૂળમાંથી પણ ધન પેદા કરે અને આફતને અવસરમાં પલટાવે તેવા ગુજરાતીઓએ લૉક-અનલૉકના છેલ્લા ચાર માસના ગાળામાં ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ કરીને કમાણીનો માર્ગ અપનાવ્યો છે. માર્ચમાં સેન્સેક્સ 25640 પોઇન્ટની બોટમે બેસી ગયો ત્યારથી અત્યાર સુધીમાં દેશમાં કુલ નવા 4-4.5 લાખ ડીમેટ એકાઉન્ટ ખૂલ્યા છે જેમાં 60 હજારથી વધુ એકાઉન્ટ્સ ગુજરાતીઓના છે. કુલ 4.25 કરોડ ડીમેટ ધારકો છે. તેમાં ગુજરાતનો હિસ્સો 15 ટકા એટલે કે 65 લાખ ડીમેટ એકાઉન્ટ્સનો છે. માર્ચ-એપ્રિલમાં BSE-NSE પર ટર્નઓવર દૈનિક ધોરણે ઘટી 36-40 હજાર કરોડ રહ્યું હતું જેમાં ગુજરાતનો હિસ્સો 5000 કરોડ આસપાસનો હતો. જે અત્યારે વધીને 9000 કરોડને આંબી ગયો છે.

વયજૂથ મુજબ ગુજરાતીઓનું રોકાણ

વય

હિસ્સો

રોકાણ ટ્રેન્ડ

25-40

50%

ઇક્વિટીમાં ઇન્ટ્રા-ડે ટ્રેડિંગમાં

40-50

20%

લોંગટર્મ રોકાણ માટે ખરીદી

55-60

10%

માસિક ખર્ચા કાઢવા તેજીનો લાભ લેતા સિનિયર સિટિઝન

40-45

10%

લોંગટર્મ ઇન્વેસ્ટમેન્ટ, વેલ્થ ક્રિએશન માટે ખરીદી

45-60

10%

એચએનઆઇ ઇન્વેસ્ટર્સ, લોંગટર્મ માટે ખરીદી

(નોંધ : ટર્નઓવર આધારિત હિસ્સાની ફાળવણી)

NSDLમાં 4 લાખ નવા ડિમેટ

વિગત

માર્ચ

જુલાઇ

રિટેલ

19066584

19528957

NRI

301452

305876

HUF

184261

185061

સીડીએસએલમાં 2,41,30,205 કુલ એકાઉન્ટ્સ

(સ્રોત: એનએસડીએલ, સીડીએસએલ)

ઇન્વેસ્ટર્સની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત બીજા ક્રમે

રાજ્ય

ઇન્વેસ્ટર્સ

3 માસમાં વૃદ્ધિ

મહારાષ્ટ્ર

11603396

735373 (6.77%)

ગુજરાત

7218153

256574 (3.69%)

ઉત્તર પ્રદેશ

3742500

254204 (7.29%)

તામિલનાડુ

3482394

171014 (5.16%)

પ. બંગાળ

3303725

120902 (3.80%)

કુલ

53215874

3247939 (6.50%)

​​​​​​(સ્રોત: બીએસઇ વેબસાઇટના આધારે)

6.25 કરોડની વસ્તીમાંથી 52 લાખ રોકાણકારોનું જ ઇક્વિટમાં રોકાણ

ગુજરાતની 6.25 કરોડની વસ્તીમાંથી 52 લાખ રોકાણકારો સીધા ઇક્વિટીમાં રોકાણ કરી રહ્યાં છે. જેમાંથી અંદાજે 12.5 લાખ રોકાણકારો આઇપીઓમાં રોકાણ કરી રહ્યાંનો અંદાજ છે. ગુજરાતમાં કુલ 65 લાખ ડીમેટ ધારકો છે.

ટ્રેડર્સમાંથી ઇન્વેસ્ટર તરફ યુવાવર્ગ ડાઇવર્ટ થાય
ટોરિન વેલ્થ ગ્રૂપના જિજ્ઞેશ માધવાણીએ કહ્યું કે, ગુજરાતમાં 20 વર્ષના યુવાનો પણ ઇક્વિટી ટ્રેડિંગમાં રસ ધરાવે છે. 20 થી 35 વર્ષ સુધીના લોકો ઇન્ટ્રા-ડેમાં ટ્રેડિંગ કરે છે. 40 વર્ષ કે તેથી ઉપરની વયના રોકાણકારો લાંબાગાળાના ઇન્વેસ્ટમેન્ટમાં રસ ધરાવે છે. જ્યારે 45 કે તેથી વધુ વયના રોકાણકારો ઇક્વિટી, બુલિયન, રિયાલ્ટી, મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ રસ ધરાવતા જોવા મળે છે.

4 માસમાં 6 લાખથી વધુ ડીમેટ ધારકો સક્રિય બન્યા
ઇનવેસ્ટર પોઇન્ટના જયદેવસિંહ ચૂડાસમાએ કહ્યુ- ગુજરાતમાં અનલોકના 4 માસના ગાળા દરમિયાન 6 લાખથી વધુ નિષ્ક્રિય ડીમેટ એકાઉન્ટ ફરી સક્રિય થયા છે. જેમાં યુવાવર્ગનો મોટો હિસ્સો રહેલો છે. નવા ખુલી રહેલા ડીમેટમાં 35 વર્ષથી નીચેનાનો હિસ્સો 70 ટકાથી વધુ રહ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post