• Home
  • News
  • અમેરિકાના કેલિફોર્નિયા અને કોલોરાડોમાં 30 ઈંચ હિમવર્ષા
post

અમેરિકાના કેલિફોર્નિયામાં હિમવર્ષા, ઝડપી પવન અને વરસાદની સાથે ત્રાટકેલા બરફના ચક્રવાતી તોફાને જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-29 12:02:30

વોશિંગ્ટન: અમેરિકાના કેલિફોર્નિયામાં હિમવર્ષા, ઝડપી પવન અને વરસાદની સાથે ત્રાટકેલા બરફના ચક્રવાતી તોફાને જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. માર્ગો પર બરફની 30 ઈંચ જાડી ચાદર છવાઈ છે. દેશભરમાં 600થી વધુ ફ્લાઈટો રદ કરવામાં આવી હતી. જ્યારે 500થી વધુ ફ્લાઈટો મોડી પડી હતી. થેન્ક્સગિવિંગની રજાઓ શરૂ થતાં પહેલાં જ ચક્રવાતી તોફાને અમેરિકીઓના પહેલાથી પ્લાનિંગ કરેલા કાર્યક્રમો બગાડી નાખ્યા હતા. આશરે 5.5 કરોડ અમેરિકીઓએ આ દરમિયાન ફરવાની યોજના બનાવી હતી. ગત રાત્રિએ તોફાની હિમવર્ષાને લીધે ડ્રાઈવર 17 કલાક સુધી હાઈવે પર જ ફસાઇ રહ્યા. મિસૌરી, ઓરેગોનમાં ઝડપી પવનને લીધે વીજસપ્લાય ખોરવાયો હતો. 17 હજારથી વધુ લોકો અંધારામાં રહેવા મજબૂર થયા હતા. શિકાગો એરપોર્ટ પર ફ્લાઈટો રદ થવાથી 1000થી વધુ યાત્રી પરેશાન થયા હતા. ડેનવર એરપોર્ટના પાર્કિંગમાં ઊભેલી ગાડીઓ પર બરફનાં થર જામી ગયાં હતાં.

adv

Related News

post
post
post
post
post
post
post