• Home
  • News
  • 700થી વધુ મોત થતાં ખરડાયેલી સિવિલની 1200 બેડની કોવિડમાં હવે માત્ર 270 દર્દી, નવા કોરોનાગ્રસ્તોને બીજી હોસ્પિટલોમાં મોકલાયા
post

વધુ મૃત્યુદરના કારણે વિવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં બે વાર કેન્દ્રીય ટીમ આવી હતી, હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-30 10:34:49

અમદાવાદ: કોરોના વાઈરસની મહામારીને કારણે સિવિલ કેમ્પસમાં આવેલી 1200 બેેડની કોવિડ હોસ્પિટલમાં અંદાજે 700થી વધુ દર્દીના મોત થતાં તેની ઈમેજ ખરડાઈ હતી. જો કે, આ ઈમેજ સુધારવા પ્રયત્નો થઈ રહ્યા હોય તેમ લાગે છે. કોવિડના દર્દીઓથી ઊભરાતી આ હોસ્પિટલમાં હાલ 1200 બેડ સામે માત્ર 270 દર્દી છે. સોલા સિવિલમાં 119 દર્દી સારવાર હેઠળ છે. 

સિવિલની કોવિડ હોસ્પિટલમાં અગાઉ રોજના મોત ડબલ ડિજિટમાં રહેતા હતા. જેને કારણે અમદાવાદનો મૃત્યુદર પણ ઊંચો હતો. આ મૃત્યુદરથી ચિંતિત કેન્દ્રીય ટીમે બે વખત કોવિડ હોસ્પિટલની મુલાકાત લેવી પડી હતી. આ ઉપરાંત ઊંચા મૃત્યુદર અને અસુવિધાઓની ગંભીર નોંધ લઈ હાઇકોર્ટે પણ આકરી ટિપ્પણી કરી હતી. 

કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઓછી બતાવવા માટે હવે નવા કોરોનાનાગ્રસ્ત દર્દીઓને બીજી હોસ્પિટલોમાં મોકલવામાં આવે છે.  કોવિડ હોસ્પિટલમાં હાલ સારવાર લઈ રહેલા 270 દર્દીમાંથી 125ની હાલત ગંભીર હોવાથી આજે પણ આઈસીયુમાં છે. જ્યારે 60 દર્દીને વેન્ટિલેટર અને બાયપેપ પર રાખવામાં આવ્યા છે. દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાને બદલે હોમ આઈસોલેશનનો પણ આગ્રહ રાખવામાં આવે છે.

સિવિલમાં 25 જૂને સૌથી વધુ 359 દાખલ હતા

તારીખ

દાખલ

ડિસ્ચાર્જ

કુલ દાખલ

25 જૂન

44

35

359

26 જૂન

52

32

341

27 જૂન

54

32

321

28 જૂન

44

29

307

29 જૂન

29

25

270

સોલા સિવિલનું સરવૈયું

તારીખ

દાખલ દર્દી

24 જૂન

153

25 જૂન

152

26 જૂન

136

27 જૂન

128

28 જૂન

123

29 જૂન

119

 

 

adv

Related News

post
post
post
post
post
post
post