• Home
  • News
  • રાજ્યમાં કોરોનાના મૃતકોમાં એકથી વધુ બીમારી અને રિસ્ક ફેક્ટર વાળા 90%, 60 વર્ષથી વધુ ઉંમરના 37ના મોત
post

માત્ર કોરોનાની જ બીમારી ધરાવતા 4 દર્દીના મોત,કોરોના સાથે એક બીમારીવાળા 21ના મોત

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-21 10:32:13

અમદાવાદ: ગુજરાતમાં વધતા જતા કરોનાના કહેર વચ્ચે આજ સુધીમાં કુલ 67 લોકોના મોત થયા છે. જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના 37 લોકો,45થી 59 વર્ષ સુધીના 22, 15થી 44 વર્ષની વયના 6, અને 5થી 14 વર્ષની વયના એક અને 0થી 4 વર્ષની વયના એકનું મોત થયેલું છે. કોરોના પોઝિટિવની સારવાર દરમિયાન મોત થયેલા દર્દીઓની હિસ્ટ્રીનું વિશ્લેષણ કરવામાં આવતા 35 દર્દીઓ કે જેઓને એક કરતાં વધુ બીમારી હતી અને તેમનામાં રિસ્ક ફેક્ટર પણ વધુ હતું


ઉંમર 60 વર્ષથી વધુ અથવા પાંચ વર્ષથી નાની હોય તે ફેક્ટર રિસ્કમાં આવે છે

રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ કોરોના અંગેની વિગતો તેમજ છેલ્લા એક મહિનામાં કોરોનાના કારણે થયેલા મોત અંગેની વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં જે 67 લોકોના મોત થયા છે તેમાં કુલ 56 વ્યક્તિઓના મોત એટલે કે 90 ટકા કેસમાં રિસ્ક ફેક્ટર અને એકથી વધુ બીમારી એટલે કે કો-મોર્બિડ (અન્ય બીમારી)હોવાનું જણાયું છે. જે વ્યક્તિનું રિસ્ક ફેક્ટર પણ ન હોય અને તેને કોરોના સિવાયની કોઇ બીમારી ન હોય તેવા 7 વ્યક્તિના મોત થયા છે.જ્યારે 4 વ્યક્તિને મોત અંગેની હિસ્ટ્રી જોતા તેમાં રિસ્ક ફેક્ટર હતું રિસ્ક ફેક્ટર એટલે દર્દીની ઉંમર 60 વર્ષથી વધુ હોય અથવા પાંચ વર્ષથી નાનુ બાળક હોય અથવા તો સગર્ભા મહિલા હોય આ ત્રણેય ફેક્ટર રિસ્કમાં આવી જાય છે.

કોરોનાથી મૃત્યુપામનાર 21 લોકોને અન્ય બીમારીઓ પણ હતી

ગુજરાતમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા 67 દર્દીઓમાંથી 35 દર્દીઓ એવા હતા કે જેમને રિસ્ક ફેક્ટરની સાથે એકથી વધુ બીમારી જેવી કે કેન્સર, ડાયાબિટીસ, બીપી અને હાર્ટની હતી. આ ઉપરાંત 21 લોકોના મોત પાછળ કોરોનાની સાથે તેમને ડાયાબિટીસ, બીપી, અથવા હૃદયની એકાદ બીમારી પણ હતી. આ વ્યક્તિઓને કોરોનાની સાથે અન્ય એક રોગ હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post