• Home
  • News
  • કોરોનાના નોંધાયેલા કેસોમાં ભારત અને વિશ્વની સરખામણીએ ગુજરાતમાં મૃત્યુદર ભયજનક
post

ભારત અને વિશ્વ કરતા ગુજરાતમાં કોરોના વધુ જોખમી, દેશ કરતા મૃત્યુદરની ટકાવારી 3 ગણી વધુ

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-06 08:55:32

અમદાવાદ. ભારત સહીત વિશ્વભરના દેશો કોરોનાની મહામારીને લઈને ઘેરી ચિંતામાં છે ત્યારે જે પ્રકારે આંકડાઓ સામે આવી રહ્યા છે તે ગુજરાત માટે ઘણા જ ચિંતાજનક છે. ભારત સરકારના રાજ્યવાર આંકડા ચકાસતા જાણવા મળ્યું કે દેશમાં કોરોનાના નોંધાયેલા કેસની સામે મૃત્યુદર 2.80% છે જયારે આ રેશિયો ગુજરાતમાં 9%થી વધુ છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા છે પરંતુ ત્યાં મૃત્યુનું પ્રમાણ 5.35% છે. ગુજરાતમાં 5 એપ્રિલ સુધીમાં 122 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે જેમાંથી 11 લોકોનું મોત થયું છે. એવી જ રીતે ભારતમાં 3798 નોંધાયેલા કેસમાંથી 105 લોકોનું ડેથ થયું છે. દેશમાં 11 એવા રાજ્યો છે જ્યાં 100થી વધુ પોઝિટીવ કેસ નોંધાયા છે. જયારે મૃત્યુદર વધારે હોય એવા રાજ્યોમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર તેલંગાના અને કર્નાટક મુખ્ય છે.

રાજ્ય

કેસ

મૃત્યુ

મૃત્યુદર (%)

ગુજરાત

122

11

9.01

મધ્ય પ્રદેશ

179

11

6.14

મહારાષ્ટ્ર

635

34

5.35

તેલંગાના

272

11

4.04

કર્નાટક

144

4

2.77

દિલ્હી

445

6

1.34

તમિલનાડુ

485

5    

0.85

ઉત્તર પ્રદેશ

234

2

0.85

કેરેલા

306

2

0.65

રાજસ્થાન

210

1

0.47

આંધ્રપ્રદેશ

226

1

0.44

 

વૈશ્વિક સરખામણીએ ગુજરાત પાંચમાં સ્થાને
આંકડાની રીતે જોઈએ તો પણ વૈશ્વિક મૃત્યુદર કરતા ગુજરાતમાં કોરોનાના કારણે મરનારાઓનો દર ઘણો જ ઉંચો છે. ગ્લોબલી આજ સુધીમાં 12 લાખ પોઝિટીવ કેસ નોંધાયા છે જેમાંથી 64,790 લોકો મૃત્યુ પામ્યા છે. એટલે કે મૃત્યુદર 5.40% છે. આની સરખામણીએ ગુજરાતની ટકાવારી 9.01% નોંધાઈ છે. મૃત્યુદરની ટકાવારી જોઈએ તો કોરોના મહામારીનો ભોગ બનેલા ટોચના દેશોની સરખામણીએ ગુજરાત મરણની ટકાવારીની રીતે પાંચમાં નંબર પર આવે છે. વૈશ્વિક સ્તરે ઈટાલીમાં મૃત્યુદર સૌથી વધુ 12.3% છે, ત્યાર બાદ ફ્રાંસ 10%, નેધરલેન્ડ અને સ્પેન 9.4% અને બ્રિટન 9.3% છે.

રિકવરીની બાબતમાં ગુજરાત બીજા ક્રમે
જ્યાં સુધી કોરોના ચેપગ્રસ્ત લોકોના સાજા થઇ જવાની વાત છે તો તેમાં ગુજરાત બીજા સ્થાને છે. ગુજરાતમાં આજ સુધીમાં 17 દર્દીઓ રિકવર થઇ ચુક્યા છે. આ રીતે નોંધાયેલા દર્દીઓની તુલનામાં રિકવરી રેશિયો 13.93% છે. આ બાબતે કેરલા દેશમાં સૌથી વધુ આગળ છે જ્યાં રિકવરી સૌથી વધુ 16.33% છે. આ બાબતે મધ્ય પ્રદેશમાં કોઈ પણ રિકવરી નોંધાઈ નથી. આંધ્રપ્રદેશ તમિલનાડુ અને દિલ્હીમાં પણ દર્દીઓના સાજા થવાની ટકાવારી 4%થી પણ ઓછી છે.

રાજ્ય

કેસ

રિકવરી

ટકાવારી

કેરેલા

306

50

16.33

ગુજરાત

122

17

13.93

તેલંગાના

272

33

12.13

રાજસ્થાન

210

25

11.31

ઉત્તર પ્રદેશ

234

21

8.97

મહારાષ્ટ્ર

635

52

8.18

કર્નાટક

144

11

7.63

દિલ્હી

445

16

3.59

તમિલનાડુ

485

8

1.64

આંધ્રપ્રદેશ

226

2

0.88

મધ્ય પ્રદેશ

179

00

00

 

 

adv

Related News

post
post
post
post
post
post
post