• Home
  • News
  • માતા-પુત્રી ઊંઘમાં જ મોતને ભેટ્યાં:ઘરમાં ચાલુ પંખા સાથે છત એકાએક નીચે સૂઈ રહેલાં માતા-દીકરી પર પડી; સ્લેબ એટલો જોરથી પડ્યો કે પંખાનાં પાંખિયાં પણ વળી ગયાં
post

પંખો કાટ ખાઈ ગયેલા સળિયામાંથી ક્લેમ્પ સહિત કાટમાળ સાથે પડ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-18 19:24:47

હિંમતનગરના પોલો ગ્રાઉન્ડમાં સોમવારે રાત્રિ દરમિયાન ઘરમાં સૂઈ રહેલાં માતા-પુત્રી પર ચાલુ પંખો અચાનક પડ્યો હતો અને સાથે છત પણ પડી હતી. જેમાં માતા-પુત્રીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને 108માં તાત્કાલિક સારવાર અર્થે ખાનગી ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. જ્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતાં અને બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસે મંગળવારે સવારે સિવિલમાં પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોધ્યો હતો. ઘટનાસ્થળે FSL અધિકારી સાથે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઈજાગ્રસ્તોને કાટમાળ નીચેથી કાઢીને સારવાર અર્થે લઈ ગયા
આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરના પોલો ગ્રાઉન્ડમાં મુસ્તુફા મસ્જિદ રોડ પર આવેલી સર્વોદય સોસાયટી સામે રહેતા માતા મુમતાઝબાનુ અને દીકરી બુસરાબીબી અને પુત્ર મતીન ત્રણ રહે છે. સોમવારે રાત્રે મુમતાઝબાનુ અને તેમની પુત્રી બુસરાબીબી પંખો ચાલુ કરીને ઘરમાં સૂઈ રહ્યાં હતાં. તે દરમિયાન રાત્રીના 11 વાગ્યાના સમયે અચાનક ચાલુ પંખો અને છત એકસાથે માતા-પુત્રી પર પડ્યાં હતાં. જેને લઈને બૂમાબૂમ થઇ ગઈ હતી અને ત્યારબાદ આજુબાજુના પડોશીઓ અને તેમના સંબંધીઓ દોડી આવ્યા હતા. તાત્કાલિક બંને ઈજાગ્રસ્તોને કાટમાળ નીચેથી કાઢીને 108માં સારવાર અર્થે નજીકની ફાતેમા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં. જ્યાંથી વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં લઇ ગયાં હતાં. જ્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યાં હતાં. ત્યારબાદ સિવિલ દ્વારા હિંમતનગર બી-ડિવિઝન પોલીસને જાણ કરી હતી.

પંખો કાટ ખાઈ ગયેલા સળિયામાંથી ક્લેમ્પ સહિત કાટમાળ સાથે પડ્યો
હિંમતનગર બી-ડિવિઝન પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ કર્યા બાદ અકસ્માતે મોતનો ગુનો નોધી હતી. મંગળવારે સવારે સિવિલ હોસ્પિટલમાં બનેના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને બી-ડિવિઝનના PSI વી.આર.ચૌહાણ અને સ્ટાફ સાથે FSL અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. ઘરમાં સૂઈ રહેલા મુમતાઝબાનુ ગુલામનબી મામુ (ઉં.વ.56) અને તેમની પુત્રી બુસરાબીબી ગુલામનબી મામુ (ઉં.વ.19) ઘરમાં રાત્રિના સમયે સૂઈ રહ્યાં હતાં. તે દરમિયાન ઘરમાં ઘટના બનતા બંનેનાં મોત થયાં હતાં. જ્યાં ઘટના બાદ તપાસમાં છતના સળિયા કાટ ખાઈ ગયા જોવા મળ્યા હતા અને ચાલુ પંખો કાટ ખાઈ ગયેલા સળિયામાંથી ક્લેમ્પ સહિત કાટમાળ સાથે માતા-પુત્રી પર પડ્યો હતો. જેમાં ઈજાગ્રસ્ત માતા-પુત્રીનું મોત થયું હતું. આ અંગે હિંમતનગર બી-ડિવિઝન પોલીસે મૃતક મુમતાઝબાનુના ભાઈ જાકીર હુસેન મોહમદ સફી સાબુગરની જાણ આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post