• Home
  • News
  • એક સંતાનની માતા હોવા છતાં કુંવારી હોવાનો સ્વાંગ રચીને પ્રેમિકાએ યુવક પાસેથી રૂ.3 લાખ પડાવ્યા, ભાંડો ફૂટતા યુવકે પૈસા પાછા માગ્યા તો દુષ્કર્મનો કેસ કરવાની ધમકી આપી
post

ખોટા કેસથી બચવા માટે યુવકની પોલીસમાં અરજી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-10 09:07:06

6 વર્ષથી પ્રેમમાં પાગલ થઇ ગયેલા અને લગ્ન કરવાનું સ્વપ્ન જોતા 30 વર્ષીય યુવકને ખબર પડી કે 5 વર્ષ મોટી પ્રેમિકા 1 બાળકની માતા પણ છે. પ્રેમિકાને ટુકડે ટુકડે આપેલા રૂ.3 લાખ યુવકે પાછા માંગ્યા ત્યારે પરણિત પ્રેમિકાએ યુવકને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

શહેરના ભદ્ર વિસ્તારમાં રહેતા અનિલે એડવોકેટ અયાઝ શેખ દ્વારા વિવિધ જગ્યાએ અરજીઓ કરી રજૂઆત કરી છે કે, 2014માં અનિલને યોગિતા સાથે ઓળખાણ થઈ હતી. બન્ને જણા વાતચીત અને મેસેજ કરતા હતા. થોડા સમય પછી બન્ને જણા એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. એ વખતે યોગિતા પોતે કુંવારી હોવાનું અનિલને કહી લગ્ન કરવાની લાલચ આપી હતી.

લગ્ન કરવાનું સ્વપ્ન જોતો અનિલ યોગિતાના પ્રેમમાં પાગલ થઈ ગયો હતો. અને યોગિતા અનિલ પાસેથી મોબાઇલ ફોન સહિતની વિવિધ વસ્તુઓ માંગતી હતી. અનિલ યોગિતાની તમામ માંગણી પૂરી કરતો હતો. અરજીમાં કરેલા આક્ષેપ મુજબ યોગિતાએ અનિલ પાસેથી ટુકડે ટુકડે રૂ.૩ લાખ લીધા હતા. અનિલ લગ્ન કરવાની વાત કરતો ત્યારે યોગિતા બહાના કાઢીને વાત ટાળી દેતી હતી.

6 વર્ષથી લગ્ન કરવાનું સ્વપ્ન જોતા અનિલને જ્યારે ખબર પડી કે, યોગિતા પરણિત છે અને 1 બાળકની માતા છે. ત્યારે અનિલ છેતરાયાના આઘાતમાં સરી પડ્યો હતો. આથી અનિલે યોગીતા પાસે આપેલા રૂપિયા પાછા માંગ્યા ત્યારે યોગીતાએ દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ કરવાની ધમકી આપી હતી. આથી અનિલે ખોટા કેસથી બચવા અગમચેતીના ભાગરૂપે યોગિતા વિરુદ્ધ વિવિધ જગ્યાએ અરજીઓ કરી છે.

ખોટા કેસથી બચવા માટે યુવકની પોલીસમાં અરજી
પ્રેમમાં છેતરાયા પછી બળાત્કારના કેસમાં ફસાય ના જાય માટે અનિલે યોગીતા વિરુદ્ધ વિવિધ જગ્યાએ અરજીઓ કરી છે. જેમાં શહેર પોલીસ કમિશનર, શાહપુર પોલીસ સ્ટેશન, સાઇબર ક્રાઇમ સેલ અને મહિલા આયોગનો સમાવેશ થાય છે. લગ્ન કરવાના હોવાથી બન્ને જણા એકબીજાની સંમતિથી બહાર જતા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post