• Home
  • News
  • મિ. કૂલ કેપ્ટને 5 વર્ષ પહેલા કરી નાખી હતી Pakistanની જીતની ભવિષ્યવાણી, જુઓ Viral Video
post

વિરાટ આર્મીની આ હારથી ઈન્ડિયન ક્રિકેટ પ્રશંસકો ઘણા નારાજ દેખાઈ રહ્યા છે, પરંતુ એમએસ ઘોની (MS Dhoni)એ તેની ભવિષ્યવાણી 5 વર્ષ પહેલા જ કરી નાંખી હતી, જેનો હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-26 10:13:26

નવી દિલ્હી: ICC ટી20 World Cup 2021માં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન વિરુદ્ધ 10 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. વિરાટ આર્મીની આ હારથી ઈન્ડિયન ક્રિકેટ પ્રશંસકો ઘણા નારાજ દેખાઈ રહ્યા છે, પરંતુ એમએસ ધોનીએ તેની ભવિષ્યવાણી 5 વર્ષ પહેલા જ કરી નાંખી હતી, જેનો હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો છે.

એક તરફી સાબિત થઈ મેચ
દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની મેચ એક તરફી સાબિત થઈ, વિરાટ કોહલી સિવાય કોઈ પણ ઈન્ડિયન ક્રિકેટરની શાન ચાલી નહોતી અને પાકિસ્તાન ટીમે બાજી મારી લીધી હતી.

મેચમાં ચાલ્યું કોહલીનું બેટ
ટીમ ઈન્ડિયાએ ટોસ હારીને પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર ઈનિંગ રમતા 49 બોલમાં 57રન બનાવ્યા હતા, જ્યારે ઋષભ પંતે 30 બોલમાં 39 રન બનાવ્યા હતા.

ભારતની શરમજનક હાર
પાકિસ્તાની ઓપનર્સે લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય બોલર્સનો પરસેવો છોડાવી દીધો હતો. મોહમ્મદ રિઝવાને 55 બોલમાં 79 અને બાબર આઝમે 52 બોલમાં 68 રન બનાવ્યા અને ટીમ ઈન્ડિયાને 10 વિકેટથી કારમી હાર આપી હતી.

હાર પછી ધોનીનો વીડિયો વાયરલ
પાકિસ્તાન વિરુદ્ધ ટીમ ઈન્ડિયાની શરમજનક હાર પછી હાલના મેંટર અને પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનો જૂનો વીડિયોમાં એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે જે તેમણે વર્ષ 2016માં આપ્યું હતું.

ધોનીની કેપ્ટનશિપમાં બન્યો રેકોર્ડ
એમએસ ધોની (MS Dhoni) તે કેપ્ટન છે, જેની લીડરશિપમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને ટી20 વર્લ્ડ કપમાં સળંગ 5 વખત હાર આપી હતી. વર્ષ 2007ના એડિશનમાં 2 વખત,ત્યારબાદ 2012, 2014 અને 2016માં એક એક વખત ભારતે પાકિસ્તાન વિરુદ્ધ જીત મેળવી હતી. 

2016માં માહીએ જણાવી હતી મહત્ત્વપૂર્ણ વાત
વર્ષ 2016માં જ્યારે એમએસ ધોનીની કેપ્ટનશીપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું, ત્યારે જીત પછી માહીએ મહત્ત્વપૂર્ણ વાત જણાવી હતી. પોસ્ટ મેચ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતું કે, અમને તે વાતનો ગર્વ છે કે અમે પાકિસ્તાન વિરુદ્ધ વર્લ્ડ કપ મેચમાં ક્યારે હાર્યા નથી અને 11-0થી આગળ છીએ.

ધોનીએ કરી હતી ભવિષ્યવાણી!
એમએસ ધોનીએ વધુમાં જણાવ્યું હતું કે, પરંતુ તે હકીકત છે કે અમે ક્યારેક તો જરૂર હારીશું. હંમેશા આજ રેકોર્ડ રહેવાનો નથી. આ આજે નથી બન્યું, પરંતુ 10 વર્ષ પછી, 20 વર્ષ બાદ અથવા તો 50 વર્ષ પછી એવો જરૂર મોકો આવશે, જ્યાં પાકિસ્તાનની ટીમ આપણને હરાવશે. ધોનીની આ ભવિષ્યવાણી 5 વર્ષ બાદ સાચી સાબિત થઈ છે. 

મેચ પછી ધોનીની તસવીર વાયરલ
એમએસ ધોની (MS Dhoni) આજે ટીમ ઈન્ડિયાના મેંટર છે, તેમણે આ મેચ પછી પાકિસ્તાનના ખેલાડીઓ સાથે વાતચીત કરી, જેની એક તસવીર સોસિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહી છે. માહી એક પ્રતિભાશાળી વ્યક્તિ છે, તે વસ્તુઓની આગાહી કેવી રીતે કરવી તે જાણે છે, તેથી જ તેમના શબ્દો ઘણી વખત સાચા પડે છે.

વન ડે વર્લ્ડ કપમાં ભારત Vs પાકિસ્તાન
1992-
ભારતે પાકિસ્તાનને 43 રનથી હરાવ્યું (સિડની)
1996-
ભારતે પાકિસ્તાનને 39 રનથી હરાવ્યું (બેગ્લુરું)
1999-
ભારતે પાકિસ્તાનને 47 રનથી હરાવ્યું (મેનચેસ્ટર)
2003-
ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું (સેન્ચુરિયન)
2011-
ભારતે પાકિસ્તાનને 27 રનથી હરાવ્યું (મોહાલી- સેમીફાઈનલ)
2015-
ભારતે પાકિસ્તાનને 76 રનથી હરાવ્યું (એડિલેડ)
2019-
ભારતે પાકિસ્તાનને 89 રનથી હરાવ્યું (મેનેચેસ્ટર)

ટી20 વર્લ્ડ કપમાં ભારત Vs પાકિસ્તાન
2007-
ભારતે પાકિસ્તાનને મેચ ટાઈ થયા બાદ બોલ આઉટમાં હરાવ્યા (ડરબન)
2007-
ભારતે પાકિસ્તાનને 5 રનથી હરાવ્યું (જોહાનિસબર્ગ- ફાઈનલ)
2012-
ભારતે પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું (કોલંબો)
2014-
ભારતે પાકિસ્તાનને 7વિકેટથી હરાવ્યું (ઢાકા)
2016-
ભારતે પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું (કોલકાતા)
2021-
પાકિસ્તાને ભારતને 10 વિકેટથી હરાવ્યું (દુબઈ)