• Home
  • News
  • ટીમ ઈન્ડિયાની હારથી નિરાશ થયા MS ધોની! ફાઈનલ પહેલા આ દિગ્ગજ સાથે 35 મિનિટ કરી વાત
post

મહેન્દ્ર સિંહ ધોની પત્ની સાક્ષીનું જન્મદિવસ ઉજવવા માટે નૈનીતાલ પહોંચ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-11-20 17:36:08

World Cup 2023 Final IND vs AUS : ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ક્રિકેટ ટીમને ODI World Cup 2023ની ફાઈનલમાં મળેલી હારથી કરોડો ભારતીય ક્રિકેટ ફેન્સના દિલ તૂટ્યા હતા. ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ ભારતીય ટીમની હાર(MS Dhoni Disappointed With Team India)થી નિરાશ થઇ ગયો હતો. મળેલા અહેવાલો મુજબ ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલ મેચ પહેલા ધોનીએ વિરાટ કોહલી સાથે લગભગ 35 મિનિટ સુધી વાતચીત કરી હતી. તે પછી તે રૂમમાં મેચ જોવા માટે જતો રહ્યો હતો.

ટોપ-3 ભારતીય બેટ્સમેનો આઉટ થયા બાદ ધોની ચિંતિત દેખાયો હતો

ભારતીય ટીમની સતત વિકેટ પડવા બાદ ધોની રૂમમાંથી થોડા સમય માટે બહાર આવ્યો હતો. માહી થોડા સમય બાદ ફરી રૂમમાં મેચ જોવા જતો રહ્યો હતો. મળેલા અહેવાલો મુજબ જયારે ભારતીય ટીમના ટોપ-3 બેટ્સમેન આઉટ થઇ ગયા હતા ત્યારે ધોની થોડો ચિંતિત દેખાયો હતો. આ દરમિયાન પત્ની સાક્ષી સહિત પરિવારના અન્ય સભ્યો ધોનીને સમજાવતા હતા. જો કે ત્યારબાદ ફરી માહી રૂમમાં ફાઈનલ મેચ જોવા જતો રહ્યો હતો. ઉપરાંત ગાર્ડના જણાવ્યા અનુસાર મહેન્દ્ર સિંહ ધોની મેચ દરમિયાન ઘણીવાર એકલા રહે છે.


adv

Related News

post
post
post
post
post
post
post