• Home
  • News
  • સફળ રનચેઝમાં એમએસ ધોની વનડેનો એકમાત્ર પ્લેયર જેની એવરેજ 100 કરતા વધારે છે
post

ટીમને સૌથી કુશળતાપૂર્વક ફિનિશીંગ લાઈન ક્રોસ કરાવવામાં ધોની માસ્ટર હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-17 12:38:39

ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ શનિવારે લાંબા સમયથી ચાલતી અટકળો વચ્ચે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. કેપ્ટન કૂલ ઉપરાંત વર્લ્ડના બેસ્ટ ફિનિશરનું ટાઇટલ ધોનીને મળ્યું છે. તો ચાલો, આંકડાથી તમને સમજાવીએ કે ધોનીને શ્રેષ્ઠ ફિનિશર કેમ કહેવાય છે.

2007ના T-20 વર્લ્ડ કપથી 15 ઓગસ્ટ 2020 સુધી ફેન્સ માટે કેટલા બોલમાં કેટલા રન જોઈએ છે, તેના કરતા વધુ મહત્ત્વનું માટે એ હતું કે, ધોની ક્રિઝ પર ઉભો છે કે નહિ. ભારતે 116 વખત ધોનીની હાજરીમાં વનડેમાં સફળતાપૂર્વક ટાર્ગેટ ચેઝ કર્યો છે. 116માંથી 75 ઇનિંગ્સમાં ધોની બેટિંગ કરવા આવ્યો હતો અને તેમાંથી 47માં નોટઆઉટ રહ્યો હતો. માહીએ આ દરમિયાન 102.71ની એવરેજથી 2876 રન કર્યા હતા. તેમજ તેનો શ્રેષ્ઠ સ્કોર 183* હતો.

આ સૂચિમાં વર્તમાન ઇન્ડિયન કેપ્ટન વિરાટ કોહલી 96.21ની એવરેજ સાથે બીજા સ્થાને આવે છે. તેણે 89 મેચની 86 ઇનિંગ્સમાં 5388 રન કર્યા છે. માહીની જેમ તેનો પણ હાઈએસ્ટ સ્કોર 183 જ છે. જોકે માહી નોટઆઉટ રહ્યો હતો, જ્યારે વિરાટ 183એ આઉટ થઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયાનો માઇકલ બેવન સફળ રનચેઝમાં 86.25ની એવરેજ સાથે ત્રીજા સ્થાને છે. કોહલી 30 અને બેવન 25 વાર નોટઆઉટ રહ્યા હતા. ટીમને સૌથી કુશળતાપૂર્વક ફિનિશીંગ લાઈન ક્રોસ કરાવવામાં ધોની માસ્ટર હતો.

(નોંધ: આ સ્ટોરીમાં સફળ રનચેઝમાં મિનિમમ સેમ્પલ સાઈઝ 20 ઇનિંગ્સ છે. એટલે કે, મિનિમમ 20 ઇનિંગ્સ દરમિયાન સફળતાપૂર્વક ટાર્ગેટ ચેઝ કર્યો હોય, એ સૂચિમાં ધોની, કોહલી અને બેવન અનુક્રમે પ્રથમ, બીજા અને ત્રીજા સ્થાને છે.)​​​​