• Home
  • News
  • મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ વધુ એક રેકોર્ડ બનાવ્યો:IPLમાં 250 છગ્ગા ફટકારનાર પહેલા ભારતીય, લીગમાં 150થી વધુ છગ્ગા ફટકારનાર ત્રીજા કેપ્ટન
post

કેપ્ટન રોહિત શર્માએ રન ચેઝ વખતે શાનદાર બેટિંગ કરી હતી. તેમણે પંજાબ કિંગ્સ સામેની મેચમાં 27 બોલમાં 44 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેમણે 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. જેમાં તેમનો સ્ટ્રાઈક રેટ 162.96નો રહ્યો હતો.

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-09 18:37:41

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન અને હિટમેનના નામથી જાણીતા રોહિત શર્માએ શનિવારે વાનખેડે સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ સામેની IPL મેચ દરમિયાન વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. તેમણે પંજાબ સામેની મેચમાં કુલ ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ તેઓ IPLમાં 250 છગ્ગા ફટકારનાર પહેલા ભારતીય ખેલાડી બની ગયા છે. ઓવરઓલ આ લિસ્ટમાં તેઓ ત્રીજા નંબરે છે.

ઓવરઓલ લિસ્ટમાં ત્રીજા નંબરે, ક્રિસ ગેલ પહેલા સ્થાને
રોહિત શર્માએ પંજાબ સામેની ઇનિંગમાં ત્રીજા છગ્ગા મારતા જ આ લિસ્ટમાં ભારતીય ખેલાડી તરીકે IPLમાં 250 છગ્ગા ફટકારનાર પહેલા ખેલાડી તરીકેનો રેકોર્ડ બનાવ્યો હતો. તો આ લિસ્ટમાં તે ક્રિસ ગેલ અને એબી ડી વિલિયર્સ પછી ત્રીજા નંબરે છે. આ સિદ્ધિ તેમણે IPLની 228મી ઇનિંગ્સમાં હાંસલ કરી હતી.

IPLમાં 150 છગ્ગા ફટકારનાર ત્રીજા કેપ્ટન
રોહિતની સૌથી વધુ સિક્સર 2013ની સિઝનમાં આવી હતી જ્યારે તેમણે 19 ઇનિંગ્સમાં 28 સિક્સર ફટકારી હતી. તેમણે ઇનિંગમાં બીજા છગ્ગા સાથે, 35 વર્ષીય ખેલાડી એમ.એસ. ધોની અને વિરાટ કોહલી પછી 150થી વધુ છગ્ગા મારનાર માત્ર ત્રીજા IPL કેપ્ટન બન્યા છે.

એકંદરે તમામ T20માં, કેપ્ટન તરીકે રોહિત (243) કરતાં માત્ર ધોની (272) પાસે વધુ છગ્ગા છે. રોહિત મેન્સની T20 ઈન્ટરનેશનલમાં સિક્સ-હિટર્સની યાદીમાં પણ આગળ છે, જેમણે 140 ઇનિંગ્સમાં 182 છગ્ગા ફટકાર્યા છે.

રોહિત શર્માએ પંજાબ સામે 44 રન બનાવ્યા
કેપ્ટન રોહિત શર્માએ રન ચેઝ વખતે શાનદાર બેટિંગ કરી હતી. તેમણે પંજાબ કિંગ્સ સામેની મેચમાં 27 બોલમાં 44 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેમણે 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. જેમાં તેમનો સ્ટ્રાઈક રેટ 162.96નો રહ્યો હતો.

પંજાબ કિંગ્સે મુંબઈને રોમાંચક મેચમાં હરાવ્યું
ગઈકાલે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને રોમાંચકમાં 13 રને હરાવ્યું હતું. છેલ્લી ઓવરમાં મુંબઈને 16 રનની જરૂર હતી, જેની સામે તેઓ માત્ર 2 રન જ બનાવી શક્યા હતા. છેલ્લી ઓવર અર્શદીપ સિંહે નાખી હતી. જેમાં તેણે 16 રન ડિફેન્ડ કરીને ટીમને જિતાડી હતી. છેલ્લી ઓવરમાં તેણે તિલક વર્મા અને નેહલ વાઢેરાને બોલ્ડ કર્યો હતો. આ બન્ને વખતે સ્ટમ્પ્સ તૂટી ગયા હતા.

મેચ સમરી...
પંજાબ કિંગ્સે નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 214 રન બનાવ્યા હતા. ટીમ તરફથી સૌથી વધુ કેપ્ટન સેમ કરને 29 બોલમાં 55 રન બનાવ્યા હતા. તો હરપ્રીત સિંહ ભાટિયાએ 41 રન કર્યા હતા. અંતમાં જીતેશ શર્માએ શાનદાર ફિનિશિંગ કરતા 7 બોલમાં 25 રન ફટકાર્યા હતા. પંજાબે જીતેશ શર્માની ધમાકેદાર ઇનિંગની મદદથી છેલ્લી 5 ઓવરમાં 96 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી સૌથી વધુ પીયુષ ચાવલા અને કેમરૂન ગ્રીને 2-2 વિકેટ લીધી હતી. તો જેસન બેહરનડોર્ફે,અર્જુન તેંડુલકર અને જોફ્રા આર્ચરને 1-1 વિકેટ મળી હતી.

મુંબઈ ઈન્ડિયન્સને 215 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેની સામે 20 ઓવરમાં 6 વિકેટે 201 રન જ બનાવી શક્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સૌથી વધુ કેમરૂન ગ્રીને 43 બોલમાં 67 રન કર્યા હતા. તો સૂર્યકુમાર યાદવે 26 બોલમાં 57 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 27 બોલમાં 44 રન કર્યા હતા. પંજાબ કિંગ્સ તરફથી સૌથી વધુ અર્શદીપ સિંહે 4 વિકેટ ઝડપી હતી. તો નાથન એલિસ અને લિયામ લિવિંગસ્ટનને 1-1 વિકેટ મળી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post