• Home
  • News
  • મુંબઈએ હૈદરાબાદને 34 રને હરાવ્યું:ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈની સીઝનમાં ત્રીજી જીત, પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર; IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 8મી વાર હરાવ્યું
post

કવિન્ટન ડી કોકે લીગમાં પોતાની 11મી ફિફટી ફટકારતા 39 બોલમાં 4 ફોર અને 4 સિક્સની મદદથી 67 રન કર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-05 09:31:41

IPL 2020ની 17મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 34 રને હરાવ્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ ડી કોકની ફિફટી થકી 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં હૈદરાબાદ 20 ઓવરમાં 7 વિકેટે જ 174 રન કર્યા હતા. ​​​​​મુંબઈની સીઝનમાં આ ત્રીજી અને IPLમાં હૈદરાબાદ સામે ઓવરઓલ 8મી જીત છે. મુંબઈ માટે જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ અને જેમ્સ પેટિન્સને 2-2 વિકેટ લીધી.

 

વોર્નરની લીગમાં 45મી ફિફટી
ડેવિડ વોર્નરે રનચેઝ દરમિયાન સારી બેટિંગ કરતા 44 બોલમાં 5 ફોર અને 2 સિક્સની મદદથી 60 રન કર્યા. આ તેના IPL કરિયરની 45મી ફિફટી હતી. તે પેટિન્સનની બોલિંગમાં શોર્ટ-થર્ડ મેન પર કિશનના હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે ઓપનર, જોની બેરસ્ટો ટ્રેન્ટ બોલ્ટની બોલિંગમાં ડીપ સ્કવેર લેગ પર હાર્દિકના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 15 બોલમાં 2 ફોર અને 2 સિક્સની મદદથી 25 રન કર્યા હતા.

મુંબઈએ 209 રનનો ટાર્ગેટ આપ્યો
મુંબઈ ઇન્ડિયન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને શારજાહ ખાતે 209 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટે 208 રન કર્યા છે. તેમના માટે કવિન્ટન ડી કોક સર્વાધિક 67 રન કર્યા. કૃણાલ પંડ્યાએ ફિનિશિંગ ટચ આપતા 4 બોલમાં 20*, જ્યારે કાયરન પોલાર્ડે 13 બોલમાં 25 અને હાર્દિક પંડ્યાએ 19 બોલમાં 28 રન કર્યા. હૈદરાબાદ માટે સિદ્ધાર્થ કોલ અને સંદીપ શર્માએ 2-2, જ્યારે રાશિદ ખાને 1 વિકેટ લીધી.

ડી કોકે IPLમાં 11મી ફિફટી મારી
કવિન્ટન ડી કોકે લીગમાં પોતાની 11મી ફિફટી ફટકારતા 39 બોલમાં 4 ફોર અને 4 સિક્સની મદદથી 67 રન કર્યા હતા. તે રાશિદની બોલિંગમાં કોટ એન્ડ બોલ્ડ થયો હતો. તેણે ઈશાન કિશન સાથે ત્રીજી વિકેટ માટે 78 રનની ભાગીદારી કરી હતી. કિશન 23 બોલમાં 1 ફોર અને 2 સિક્સની મદદથી 31 રન કરીને આઉટ થયો હતો. તેનો સંદીપ શર્માની બોલિંગમાં લોન્ગ-ઓન પર મનીષ પાંડેએ શાનદાર કેચ કર્યો હતો.

મુંબઈએ શારજાહ ખાતે પાવરપ્લેનો સૌથી ઓછો સ્કોર કર્યો
મુંબઈએ પાવરપ્લેની 6 ઓવરમાં વિકેટ ગુમાવી 48 રન કર્યા છે. આ શારજાહ ખાતેની અત્યાર સુધીની 7 ઇનિંગ્સમાં સૌથી ઓછો સ્કોર છે. પહેલી વખત કોઈ ટીમ 50 રનનો આંક વટાવી શકી નથી. મેચની પહેલી ઓવરમાં રોહિત શર્મા 6 રને સંદીપ શર્માની બોલિંગમાં કીપર બેરસ્ટોના હાથે કેચ આઉટ થયો હતો. અમ્પાયરે રોહિતને નોટઆઉટ આપતા હૈદરાબાદે રિવ્યુ લઈને તેને પેવેલિયન ભેગો કર્યો હતો. તે પછી સુર્યકુમાર યાદવ સિદ્ધાર્થ કોલની બોલિંગમાં ટી નટરાજન દ્વારા શોર્ટ-ફાઈન લેગ પર કેચ આઉટ થયો હતો. તેણે 18 બોલમાં 6 ફોરની મદદથી 27 રન કર્યા હતા.