• Home
  • News
  • માસ્ક ન પહેરવા બદલ ભગવાધારી સાધુ પાસેથી મ્યુનિ. કમિશનરે પોતે રૂ. 200નો દંડ વસૂલ કર્યો
post

મારી ટીમને મોટિવેટ કરવા માટે હું પણ માસ્ક અંગે દંડ વસૂલ કરવા રોડ પર ઉતરું છું : ઉદિત અગ્રવાલ, મ્યુનિ. કમિશનર

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-23 10:34:03

રાજકોટ: મહાનગરપાલિકાએ છેલ્લા એક સપ્તાહથી માસ્ક અંગે મેગા ઝુંબેશ શરૂ કરી છે. બુધવારે મનપાએ 287 લોકોને માસ્ક વગર પકડી પાડી 200-200 રૂપિયા દંડ વસૂલ કર્યો હતો.  કમિશનર ઉદિત અગ્રવાલ પણ જ્યારે શહેરના જુદા જુદા વિસ્તારમાં જાય છે ત્યાં રોડ પર કોઇ માસ્ક વગર દેખાય તો તુરંત પોતાની કાર અટકાવી દંડ વસૂલ કરે છે. ડો.યાજ્ઞિક રોડ પર એક યુવકને દંડ કર્યા બાદ એક ભગવાધારી સાધુ રોડ પર માસ્ક વગર પસાર થઇ રહ્યા હતા તેમને અટકાવી તેમની પાસેથી પણ રૂ.200 દંડની વસૂલાત કરી હતી. 

મારી ટીમને મોટિવેટ કરવા માટે હું પણ માસ્ક અંગે દંડ વસૂલ કરવા રોડ પર ઉતરું છું. જે ભગવાધારીને દંડ કર્યો તેમની પાસે મોટું કપડું હતું પરંતુ તેમને મોઢું અને નાક ઢંકાય તેવી રીતે રાખ્યું ન હતું. - ઉદિત અગ્રવાલ, મ્યુનિ. કમિશનર

 

adv

Related News

post
post
post
post
post
post
post