• Home
  • News
  • કોરોનાના કહેર વચ્ચે કમિશનર વિજય નહેરા પરત આવશે કે મુકેશકુમારને જ યથાવત રખાશે તેની ચર્ચા
post

કમિશનર નેહરાની જગ્યાએ આવેલા નવા કમિશનર અને અધિકારીઓની કામગીરીથી ચૂંટાયેલી પાંખ પણ ખુશ

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-12 11:55:18

અમદાવાદ: કોરોના વાઇરસના હોટસ્પોટ અમદાવાદમાં કેસો વધતા રાજ્ય સરકારે કોરોના કાબુમાં લેવા જવાબદારી ડો.રાજીવકુમાર ગુપ્તા, પંકજકુમાર અને ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારને સોંપી છે. રાજય સરકાર અમદાવાદ મામલે ખૂબ જ ગંભીર બની અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક બાદ એક સિનિયર IAS અધિકારીઓની નિમણૂક કરી રહી છે તો બીજી તરફ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતા 14 દિવસ માટે હોમ ક્વોરન્ટીન થયેલા મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાને હવે સરકાર કમિશનર તરીકે પરત લાવશે કે પછી કોરોના  કાબુમાં લાવવા કડક નિર્ણય લેનારા મુકેશકુમારને જ કોર્પોરેશનનો હવાલો સોંપી દેવાશે તેના પર ચર્ચા જાગી છે. કડક નિર્ણય લેવામાં મોડા પડેલા કમિશનર નેહરાનું કદ ઘટાડી ચૂંટાયેલી પાંખને પણ લાંબા સમયથી ચાલતા ખટરાગમાં રાહત આપવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.


અમદાવાદીઓને સુફીયાણી સલાહ આપનાર નહેરા 4 દિવસે જ ટેસ્ટ કરાવ્યો
મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ અમદાવાદીઓને સુફીયાણી સલાહ આપી પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યાના 7 દિવસ પૂર્ણ થાય તો ટેસ્ટ કરાવવાનું કહ્યું થતાં પહેલાં જ 4 દિવસમાં ટેસ્ટ કરાવી લીધો અને ટ્વિટર મારફતે નેગેટિવ હોવાની અને જલ્દીથી પરત આવવાની વાત કહી છે. એકતરફ રાજય સરકાર કોરોનાની સ્થિતિને કાબુમાં લેવા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં  સિનિયર IAS અધિકારીઓ મૂકી રહ્યા છે જેથી આગામી દિવસોમાં વિજય નહેરાનું કદ ઘટે તેવી શક્યતા જણાઈ રહી છે. વિજય નહેરા પોતે ઝડપથી પરત આવવા માંગી રહ્યા છે ત્યારે જો નહેરા ક્વોરન્ટીનમાંથી પરત આવશે ત્યારે કમિશનર તરીકે યથાવત રાખશે કે બદલી કરી અન્ય જગ્યાનો હવાલો સોંપી દેવાશે.


વીડિયો કોન્ફરન્સથી ચૂંટાયેલી પાંખ અને અધિકારીઓ સંપર્કમાં
મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના હોમ ક્વોરન્ટીન થયા બાદ મુકવામાં આવેલા ઇન્ચાર્જ કમિશનર અને ડો. રાજીવકુમાર ગુપ્તાની કામગીરીથી ચૂંટાયેલી પાંખ ખુશ જણાઈ રહી છે. કમિશનર તરીકે હતા ત્યારે કોરોના મામલે ચૂંટાયેલી પાંખની અવગણના થતી હોય અથવા તેઓ પોતે જ કમિશનરથી દુર રહેતી હતી. પરંતુ હવે રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચૂંટાયેલી પાંખ અને અધિકારીઓ સંપર્કમાં રહી કામગીરી કરી રહ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post