• Home
  • News
  • સંબંધોની હત્યા:ત્રણ દીકરીના પિતાએ પત્નીને તગેડી મુકી પ્રેમલગ્ન કર્યા, સાવકી માતાએ અઢી વર્ષની બાળકીને પેટમાં લાત મારી મોતને ઘાટ ઉતારી દીધી
post

પીએમ અને એફએસએલ રિપોર્ટના આધારે બાળકીના મોતના 6 માસ પછી સાવકી માતા-પિતા સામે અઢી વર્ષની બાળકીની હત્યાનો ગુનો

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-09 11:05:35

હારીજની અમ્બેશ્વર સોસાયટી ખાતે છ માસ પહેલાં સાવકી માતાએ અઢી વર્ષની પુત્રીને વેલણ અને પેટમાં લાત મારતાં દીવાલ સાથે ભટકાતા મોત નીપજ્યું હતું. હારિજ પોલીસે આ અંગે અકસ્માતે મોતની નોંધ કરી હતી. અને પુત્રીની જન્મદાતા માતા પાલનપુર રહેતી હોઇ ત્યાં મૃતક દીકરીને લઇ જવામાં આવી હતી અને ત્યાં પી.એમ.થયુ હતુ. આજ દિન સુધી ફરીયાદ નોંધવામાં આવી હતી નહીં. આખરે પી.એમ. અને એફ.એસ.એલ. રિપોર્ટના આધારે છ મહિના બાદ હારીજ પોલીસે ફરીયાદ દાખલ કરી સાવકી માતા અને તેનાં પિતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સાવકી માતાએ મોટી બન્ને દીકરીઓ જોડે સફાઇ કરાવી
વડગામના મગરવાડાના વતની અને હાલ હારીજની અંબેશ્વર સોસાયટીમાં રહેતાં મહેશભાઈ ચેહરાભાઈ સોલંકીના લગ્ન 12 વર્ષ પહેલાં પાલનપુરના જયાબેન સાથે થયાં હતાં. જેમને 3 દીકરીઓ પણ છે. પરંતુ મહેશભાઈને કાલેટ કૌશલબેન અબ્બાસભાઇ સાથે પ્રેમસંબંધો બંધાતા બન્ને ભાગી ગયા હતાં અને છ મહિના બાદ બન્ને મળી આવતા પતિએ જયાબેનનો અસ્વિકાર કર્યો હતો. અને તેમની ત્રણે પુત્રીઓ પિતાને પાલન કરવા સોંપી હતી. જ્યાં 18 ફેબ્રુઆરીના રોજ સૌથી નાની અઢી વર્ષની દીકરી હેનીલ ઘોડિયામાં શૌચ કરી જતાં સાવકી માતા કૌશરબેને મોટી બન્ને દીકરીઓ જોડે સફાઇ કરાવી બન્નેને એક રૂમમાં પુરીને નાની હેનીલને વેલણ અને ચંપલથી માર મારી પેટમાં જોર થી લાત મારતા હેનીલ દિવાલ સાથે અથડાઈ હતી અને માથામાં ગંભીર ઈજાઓ થતાં મોત નીપજ્યું હતું. છ માસના બનાવ બાદ હારીજ પોલીસે પીએમ રિપોર્ટ આધારે બાળકીની સાવકી માતા અને પિતા સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પાટણ એસ.પી.એ ન્યાય અપાવ્યો : જયાબેન પરમાર
"
ઘટના બન્યા પછી વારંવાર હારીજ પોલીસ મથકે તપાસ કરવા છતાં ન્યાય મળતો નહોતો. છેલ્લે પીએમ રિપોર્ટ નીલ આવ્યો હોવાનું જણાવ્યું હતું બાદમાં મેં મારી બંને બાળકી આરોપી પાસેથી પાછી લઈ મારી પાસે રાખી લીધી હતી. દરમિયાન પાટણ એસ.પી. ને રજૂઆત કરતા એસપી સાહેબ એ પીએમ રિપોર્ટ સહિતના કાગળો મંગાવી તપાસ કરાવતા પીએમ રિપોર્ટ માં આંતરડામાં ઇજા હોવાનું સામે આવતા બંને આરોપીઓ સામે ગુન્હો નોંધી મને ન્યાય આપ્યો છે."

જિલ્લાની જુની બે કરૂણાત્કમ ઘટનાઓ
બાલીસણામાં વહેમીલા પિતાએ દીકરીની હત્યા કરી હતી
ત્રણ વર્ષ પહેલા પાટણ તાલુકાના બાલીસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી કે રમેશજી લક્ષ્મણજી ઠાકોર અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો કે અંજલી મારી દિકરી નથી. પતિ રમેશજી લક્ષ્મણજી ઠાકોર ઘરે ગયો હતો અને શાળા જવા નીકળેલ દીકરી અંજલી (10) ને સાયકલ પર બેસાડી કુવા પર જવાનું કહી લઈને નીકળ્યો હતો. જેણે રસ્તામાં દીકરીને ધારિયાથી ગરદન કાપી મારી નાખી. મારા દીકરાને પણ કદાચ તેણે મારી નાખ્યો હશે તેવી આશંકા દર્શાવી હતી.

સિદ્ધપુરમાં પિતાએ દીકરીનું ગળું કાપી હત્યા કરી હતી
સિદ્ધપુરના સનનગરમાં રહેતા અને કોલેજમાં સિક્યુરિટીમાં નોકરી કરતા દશરથભાઈ વિઠ્ઠલભાઈ પટેલની દીકરી અંકિતા સિદ્ધપુર સિવિલમાં નર્સ હતી. જેણે ઊંઝાના પ્રતીક કાંતિલાલ પટેલ સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા અને તેની સાથે ગયા પછી ઘરે પાછી આવતા 9 ઓગસ્ટ 2016ના રોજ સવારે સવા દસ કલાકના સુમારે દશરથભાઈએ તું કહ્યા વગર કેમ જતી રહી હતી અને કેમ લફરા કરે છે તેમ કહેતા અંકિતાએ તેને પ્રેમ હોઇ તેની સાથે જ જતી રહીશ એવું કહેતા દશરથભાઈ ઉશ્કેરાઇ દીકરીનું ગળું દબાવ્યા પછી કટાર વડે ગળાની નસ કાપી નાખી હતી.

મૃતક બાળકીનો પિતા મુળ વડગામનો રહેવાસી
મહેશભાઈ ચેહરાભાઈ સોલંકી મુળ વડગામના મગરવાડાના વતની છે અને હાલ હારીજની અંબેશ્વર સોસાયટીમાં રહે છે. જેણે જુની પાલનપુરની પત્નીને તગેડી મુકી અન્ય મહિલા સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં.

 

adv

Related News

post
post
post
post
post
post
post