• Home
  • News
  • નાગરિકતા સંશોધન વિશે સરકારની સ્પષ્ટતા,1 જુલાઈ 1987 પહેલાં જન્મેલા અથવા જેમના માતા-પિતાનો જન્મ તે પહેલાંનો તે લોકો ભારતીયો
post

નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી વિશે ચાલી રહેલા ઉગ્ર વિરોધ પ્રદર્શન વચ્ચે ગૃહ મંત્રાલય તરફથી નિવેદન આપવામાં આવ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-21 13:12:48

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી વિશે ચાલી રહેલા ઉગ્ર વિરોધ પ્રદર્શન વચ્ચે ગૃહ મંત્રાલય તરફથી નિવેદન આપવામાં આવ્યું છે. મંત્રાલયના એક સીનિયર અધિકારીએ કહ્યું છે કે, ભારતમાં જેનો જન્મ 1 જુલાઈ 1987 પહેલાં થયો છે અથવા જેમના માતા-પિતાનો જન્મ તે પહેલાં થયો છે તે લોકો કાયદાકીય રીતે ભારતીય નાગરિક છે. નાગરિકતા કાયદો 2019 અથવા એનઆરસી લાગુ થવાના કારણે દેશના લોકોએ ચિંતા કરવાની જરૂર નથી.

તેમણે કહ્યું છે કે, ભારતની નાગરિકતા જન્મતારીખ અથવા જન્મ સ્થળ અથવા બંનેને લગતા કોઈ પણ સંબંધિત દસ્તાવેજથી સાબીત કરી શકાય છે. આગામી સમયમાં ગૃહ મંત્રાલય નાગરિકતા સાબીત કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે કામ કરી રહ્યું છે.

અધિકારીએ કહ્યું છે કે, ભારતીય નાગરિકોના માતા-પિતા અથવા દાદા-દાદીના જન્મ પ્રમાણપત્ર 1971 પહેલાંના હશે તેમણે તેમની નાગરિકતા સાબીત કરવાની નહીં રહે. એક યાદીમાં ઘણાં કોમન દસ્તાવેજોને સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. તેથી કોઈ પણ નાગરિકને કારણ વગર પરેશાન કરવામાં ન આવે.