• Home
  • News
  • રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિનીએ જેલમાં આત્મહત્યાનો પ્રયત્ન કર્યો
post

તમિલનાડુના શ્રીપેરમબુદૂરમાં એક ચૂંટણી રેલી દરમિયાન 21 મે 1991માં લિટ્ટેના આત્મઘાતી હુમલામાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-21 11:12:32

રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિનીએ જેલમાં આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જેલમાં એક કેદી સાથેના ઝઘડા પછી નલિનીએ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે. નલિની તમિલનાડુની વેલ્લોર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહી છે.

નલિની 28 વર્ષથી જેલમાં છે. તેની દીકરીનો જન્મ પણ જેલમાં થયો છે. તે ઉપરાંત રાજીવ ગાંધી હત્યાકાંડના અન્ય 6 કેદી પણ જેલમાં જ છે. તેમાં નલિનીનો પતિ મુરુગન પણ સામેલ છે.

તમિલનાડુના શ્રીપેરમબુદૂરમાં એક ચૂંટણી રેલી દરમિયાન 21 મે 1991માં લિટ્ટેના આત્મઘાતી હુમલામાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં નલિનીને મોતની સજા આપવામાં આવી હતી. પરંતુ તમિલનાડુ સરકારે 24 એપ્રિલ 2000ના રોજ તેમની સજા આજીવન કેદમાં ફેરવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post