• Home
  • News
  • નરેન્દ્ર મોદી અને ગુજરાતની બદનામીનો કેસ:તિસ્તા સેતલવાડ સહિતના આરોપીઓ સામે ચાર્જફ્રેમ પ્રક્રિયા હાથ ધરાઈ, પૂર્વ DGP શ્રીકુમારે ડિસ્ચાર્જ અરજી કરી
post

ATSની ટીમે તિસ્તા સેતલવાડના ઘરે તપાસ કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-08 19:20:26

અમદાવાદ: ગુજરાતનાં 2002નાં રમખાણો બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરનાર તિસ્તા સેતલવાડ, પૂર્વ DGP આર.બી. શ્રીકુમાર અને પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટ સામે SITની તપાસ ચાલી રહી છે. કેસના મુખ્ય આરોપી તિસ્તા સેતલવાડ અને અન્ય આરોપીઓ સામે ચાર્જફ્રેમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ મામલે તિસ્તા સેતલવાડ આજે સેશન્સ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રીકુમારે આજે ડિસ્ચાર્જ અરજી કરી છે. આ કેસમાં અગાઉ અનેક વખત મુદત પડી ચૂકી છે.

શ્રીકુમારે આજે ડિસ્ચાર્જ અરજી કરી છેઃ વકીલ
વકીલ મનીષ ઓઝાએ જણાવ્યું હતું કે આજે આરોપી નંબર બે, જે શ્રીકુમાર છે, તેઓ દ્વારા આજે ડિસ્ચાર્જ અરજી આપવામાં આવી છે. તેમનું એવું કહેવું છે કે અમારી સામે કોઈ કેસ બનતો નથી. ખોટી રીતે અમારી પર ચાર્જશીટ કરવામાં આવી છે. વધુ હિયરિંગ 22 મેના રોજ રાખવામાં આવ્યું છે. આરોપી નંબર એક તિસ્તા સેતલવાડ છે, તેમના તરફથી CRPC સેક્શન 207 અને 208 હેઠળ જે કોઈ ડોક્યુમેન્ટ પર પ્રોસિક્યુશન રિલાઇ કરતા હોય અને કોઈ ડોક્યુમેન્ટ પર રિલાઇ ન કરતા હોય એવા પણ ડોક્યુમેન્ટ પ્રોવાઇડ કરવા જોઈએ, એવી અરજી તિસ્તા સેતલવાડ તરફથી આપવામાં આવી છે.

પૂર્વગ્રહ રાખીને તેમની સામે ફરિયાદ થઈ
આજે સેશન્સ કોર્ટમાં ચાર્જફ્રેમ પ્રક્રિયામાં સતત ગેરહાજર રહેનાર આર.બી શ્રીકુમારે ડિસ્ચાર્જ અરજી ફાઈલ કરીને પોતાને દોષમુક્ત કરવા માગ કરી હતી. તેમના દ્વારા રજૂઆત કરાઈ હતી કે તેમની સામે કોઈ કેસ બનતો નથી. પૂર્વગ્રહ રાખીને તેમની સામે ફરિયાદ થઈ છે.

22 મેએ સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે
તિસ્તા સેતલવાડ તરફથી CRPCની કલમ 307 અને 308 અંતર્ગત પુરાવારૂપે અન્ય ડોક્યુમેન્ટ સ્વીકારાય એવી કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આરોપીને પોતાનો પક્ષ રજૂ કરવાનો હક હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે. તિસ્તા સેતલવાડની અરજી પર આગામી 22 મેએ સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

તિસ્તા સેતલવાડે ઝાકિયા જાફરીની સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી
ગુજરાતમાં થયેલાં 2002નાં રમખાણો બાદ પીડિતોને ન્યાય અપાવવાના બહાને અલગ અલગ NGOમાં વિદેશી રૂપિયા આવ્યા હતા, જેનો ઉપયોગ તિસ્તા સેતલવાડે અંગત ઉપયોગ માટે કર્યો હોવાનું બહાર આવ્યું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તિસ્તાની સાથે જોડાયેલા NGOની તપાસ કરી હતી. એમાં તેણે મોંઘાં ચંપલ, બેગ અને પોતાની અંગત વસ્તુઓ ખરીદી હતી. અગાઉ તિસ્તા સેતલવાડે ઝાકિયા જાફરીની સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

 ATSની ટીમે તિસ્તા સેતલવાડના ઘરે તપાસ કરી હતી
આ અરજીમાં સહી ખોટી હોવાની શંકાના આધારે ગુજરાત એટીએસની ટીમ તિસ્તા સેતલવાડના મુંબઈ સ્થિત ઘરે પહોંચી હતી તો ગુજરાતના પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારને અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બોલાવ્યા હતા અને પ્રાથમિક પૂછપરછ પછી તેમની ધરપકડ કરી હતી. તિસ્તા સેતલવાડની ધરપકડ કરી ગુજરાત ATS મુંબઈથી અમદાવાદ લાવી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post