• Home
  • News
  • છેલ્લા આઠ વર્ષથી સક્રિય રાજકારણથી દૂર રહેલા નરહરિ અમીનનું 'કમબેક ':સીધા જ રાષ્ટ્રીય રાજકારણમાં પહોંચ્યા
post

20 વર્ષ સુધી કોંગ્રેસના કદાવર નેતા બનેલા નરહરિ અમીન ભાજપ પ્રવેશના આઠ વર્ષ સુધી સક્રિય રાજકારણથી દૂર રહ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-20 10:17:44

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસમાં ગુજરાત કોંગ્રેસના કદાવર નેતા તરીકે જાણીતા બનેલા નરહરિ અમીન 2012માં ભાજપમાં જોડાયા બાદ આઠ વર્ષ પછી ફરી એકવાર સક્રિય રાજકારણમાં કમબેક થયા છે. આઠ વર્ષ પહેલા ભાજપમાં જોડાયેલા નરહરિ અમીન આયોજન પંચના ઉપાધ્યક્ષ તરીકે કામ કરી રહ્યા હતા. પરંતુ ભાજપ સંગઠન કે સક્રિય રાજકારણમાં તેઓ ન હતા.

ગુજરાતના રાજકારણીઓમાં નામ ધરાવનાર નરહરિ અમીન 2012 પહેલા કોંગ્રેસમાં 20 વર્ષ સુધી સક્રિય રાજકારણી તરીકે કામ કરતા હતા. કોંગ્રેસમાં તેઓ ગુજરાતના ગૃહ મંત્રીથી માંડીને નાયબ મુખ્યમંત્રી સુધી અને કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ સુધીની હોદ્દા ઉપર રહ્યા હતા. પરંતુ 2012ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન ટિકિટના મામલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે ડખો પડતા તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપમાં જોડાયા બાદ નરહરિ અમીનને સક્રિય રાજકારણમાં પ્રવેશ આપવાને બદલે ગુજરાત આયોજન પંચના ઉપાધ્યક્ષનો હોદ્દો આપ્યો હતો. છેલ્લા આઠ વર્ષથી નરહરિ અમીન સક્રિય રાજકારણથી દૂર રહ્યા બાદ રાજ્યસભામાં જીત મેળવતા નરહરિ અમીનનો સક્રિય રાજકારણમાં કમબેકની સાથે સીધા જ રાષ્ટ્રીય રાજકારણમાં પહોંચી ગયા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post