• Home
  • News
  • નાના ચિલોડા રિંગરોડ પર રૂપલલનાઓનો ત્રાસ, લોકોએ પોલીસને આડે હાથ લઈ વાહનોમાં તોડફોડ કરી
post

નરોડા પોલીસે 150 લોકોના ટોળા સામે રાયોટિગનો કેસ દાખલ કરી દીધો (તસવીર પ્રતિકાત્મક છે)

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-26 10:56:21

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલું નરોડા પોલીસ સ્ટેશન સતત વિવાદમાં રહેતું હોય છે. નાના ચિલોડા રિંગ રોડ પર રાતે કેટલીક મહિલાઓ દેહવ્યાપાર માટે ઉભી રહે છે. જેથી હોટલમાં જમવા આવતા લોકો હેરાન પરેશાન થતા હોય છે. મંગળવારે મોડી રાતે નરોડા પોલીસની SHE ટીમ ખોટી રીતે યુવક અને એક પરિવારને પકડી હેરાન કરતા લોકોએ પોલીસ પર ગુસ્સો ઠાલવ્યો હતો. પોલીસ સાથે બોલાચાલી કરી હતી. લોકોમાં પોલીસ માટે ભારે રોષને પગલે ગાડીઓમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. જોત જોતામાં 150 લોકો ભેગા થઈ ગયા હતા. ઘટનાને પગલે નરોડા પોલીસની તમામ ગાડીઓ રિંગ રોડ પર પોહચી હતી. પોલીસે આ મામલે 150 લોકો સામે રાયોટિગ મારામારી અને પોલીસની કામગીરીમાં રુકાવટનો ગુનો નોંધ્યો છે.


નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ જ નહીં કોન્સ્ટેબલ પણ સતત વિવાદમાં જ રહ્યા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પોલીસની મદદથી જ વિસ્તારમાં ગુનેગાર, બુટલેગર અને ગુનાહિત પ્રવૃત્તિઓ થઈ રહી છે. પોલીસ હપ્તા ખાઈ સમગ્ર નેટવર્ક ચાલવા દે છે. નરોડા વિસ્તારમાં જીઆઇડીસી, રિંગરોડ અને અનેક હોટેલો આવેલી છે જેથી પોલીસ ત્યાં જઈ અને તોડ કરતા હોવાના આક્ષેપ થયા છે.

adv

Related News

post
post
post
post
post
post
post