• Home
  • News
  • નવરાત્રી પહેલા જ કિંજલ દવેની મુશ્કેલીઓ વધી, ઓસ્ટ્રેલિયન કાઠિયાવાડી કિંગે ફરીથી કોપી રાઇટનો દાવો કર્યો
post

નવરાત્રી પહેલા જ કિંજલ દવેની મુશ્કેલીઓ વધી, ઓસ્ટ્રેલિયન કાઠિયાવાડી કિંગે ફરીથી કોપી રાઇટનો દાવો કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2019-09-24 12:10:33

અમદાવાદ: ચાર ચાર બંગડી વાળી ગાડી સોંગથી ફેમસ થયેલી કિંજલ દવેની ફરીથી મુશ્કેલીઓ વધી છે, નવરાત્રીમાં ગરબાની ધૂમ મચાવવા તૈયાર કિંજલ દવેને નવરાત્રી પહેલા જ ઝટકો લાગ્યો છે, ફરીથી ચાર ચાર બંગડી સોંગ ન ગાવા માટે નોટિસ ફટકાર વામાં આવી છે, ઓસ્ટ્રેલિયા સ્થિત ગુજરાતી સિંગર કાર્તિક પટેલે અગાઉ પણ નોટિસ ફટકારી હતી, હવે અમદાવાદની સીટી સિવીલ કોર્ટમાં કોપી રાઇટનો દાવો કર્યો છે.

અગાઉ પણ ગીતનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો હતો

કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા કાર્તિકે અગાઉ કોર્ટમાં દાવો કર્યો હતો કે ચાર ચાર બંગડી વાળી ગીત તેમનું છે, કિંજલે તેની નકલ કરીને ગીત ગાતા કોપી રાઇટનો ભંગ થયો છે, જેથી કોર્ટે કિંજલને કોમર્શિયલ કાર્યક્રમમાં ગીતનો ઉપયોગ ન કરવા આદેશ કર્યો હતો અને ઇન્ટરનેટ પરથી પણ તેને હટાવી લેવામાં આવ્યું હતુ, બાદમાં વિવાદ ઓછો થતા કિંજલે ગીત ગાવાનું શરૂ કર્યું હતુ, જેની સામે કાઠીયાવાડી કિંગ કાર્તિક પટેલે વાંધો ઉઠાવીને નોટિસ ફટકારી છે.