• Home
  • News
  • NCP ચીફ શરદ પવારે 5 જુલાઈએ બેઠક બોલાવી:કહ્યું- અમારા કેટલાક લોકો ભાજપની યુક્તિના શિકાર બની ગયા, અજિત પવાર- છગન ભુજબળ ફડણવીસને મળવા પહોંચ્યા
post

પાર્ટી પર અધિકાર બાબતે ચૂંટણી પંચમાં અજિત પવાર જૂથનો દાવો મજબૂત રહેશે અને શરદ પવારને પાર્ટી અધ્યક્ષ પદ છોડવું પડી શકે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-03 17:14:50

NCPમાં અજિત પવારના બળવા પછી પાર્ટી કોની બનશે? આ બાબતે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે.અજિત પવાર તેમના સત્તાવાર નિવાસસ્થાને ધારાસભ્યો સાથે આગળની રણનીતિ બાબતે બેઠક કરી રહ્યા છે. આ દરમિયાન શરદ પવાર સતારાના કરાડ પહોંચ્યા હતા. અહીં તેમણે પૂર્વ સીએમ યશવંત રાવ ચૌહાણને શ્રદ્ધાંજલિ આપી હતી.

અહીં શરદ પવારે રેલીમાં કહ્યું, 'મહારાષ્ટ્રમાં ભાગલા પાડવાનો પ્રયાસ થઈ રહ્યા છે. ચૂંટાયેલી સરકારોને પાડવામાં આવી રહી છે. મહારાષ્ટ્રે પોતાની એકતા બતાવવી પડશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, 'મહારાષ્ટ્રમાં જાતિનું રાજકારણ નહીં ચાલે. અમારા કેટલાક લોકો ભાજપની યુક્તિના શિકાર બની ગયા. જાતિ અને ધર્મના નામે વિભાજિત કરવામાં આવી રહ્યા છે. અમે વડીલોના આશીર્વાદથી નવેસરથી શરૂઆત કરીશું. આ દરમિયાન અજિત પવાર-છગન ભુજબળ ફડણવીસને મળવા પહોંચ્યા છે.

અજિત અને તેના 8 ધારાસભ્યો મંત્રી બન્યાના લગભગ 10 કલાક પછી, NCPએ તમામ બળવાખોરોને ગેરલાયક ઠેરવવા માટે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને અરજી કરી છે. આ દરમિયાન શરદ પવાર રેલી માટે સતારા પહોંચ્યા હતા. પવાર અહીં પાર્ટીની રેલી દ્વારા પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું છે.

આ અંગે ચૂંટણીપંચને પત્ર પણ લખવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પાર્ટીની કમાન શરદ પવાર પાસે છે. શરદે 1999માં પાર્ટીની સ્થાપના કરી હતી. અજિતની પાર્ટી પર દાવા સંબંધિત કોઈપણ અપીલ પર પગલાં લેતા પહેલાં, તેમની વાત પણ સાંભળો. આ દરમિયાન, પાર્ટીએ જિતેન્દ્ર આવ્હાડને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને મુખ્ય દંડક તરીકે નિયુક્ત કર્યા છે. અગાઉ અજિત પવાર પાસે આ જવાબદારી હતી.

NCP પર અજિત પવાર કરશે દાવો, કહ્યું- પાર્ટીના 53 માંથી 40 ધારાસભ્ય સાથે છે
નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા પછી, અજિતે કહ્યું કે તેમની સાથે પાર્ટીના 53 ધારાસભ્યોમાંથી 40 ધારાસભ્યો છે. એટલે કે તે એક તૃતીયાંશ કરતાં વધુ છે. તેમણે NCP છોડી દીધી અને શિવસેના-ભાજપ સાથે હાથ મિલાવ્યા નથી, પરંતુ NCP તરીકે જ આ પગલું ભર્યું છે. અમે આ અંગે તમામ વરિષ્ઠ નેતાઓને પણ જાણ કરી છે.

તેમણે કહ્યું કે લોકશાહીમાં બહુમતીને મહત્વ આપવામાં આવે છે. અમારી પાર્ટી 24 વર્ષ જૂની છે અને યુવા નેતૃત્વ આગળ આવવું જોઈએ. તેથી પાર્ટી પર અધિકાર બાબતે ચૂંટણી પંચમાં અજિત પવાર જૂથનો દાવો મજબૂત રહેશે અને શરદ પવારને પાર્ટી અધ્યક્ષ પદ છોડવું પડી શકે છે.

જયંત પાટીલે કહ્યું- આ નેતા પાર્ટી વિરુદ્ધ છે
એનસીપીના નેતા જયંત પાટીલે કહ્યું કે અમે વિધાનસભા અધ્યક્ષને ગેરલાયક ઠેરવવા માટે અરજી કરી છે. આ 9 ધારાસભ્યોએ કોઈને કહ્યું ન હતું કે તેઓ પાર્ટી છોડવાના છે. તે NCP વિરુદ્ધ છે. અમે ચૂંટણી પંચને પત્ર પણ લખ્યો છે. અમે આ 9 ધારાસભ્યોનું વલણ સહન નહીં કરીએ. જો કે અમને ખાતરી છે કે આ તમામ ધારાસભ્યો NCPમાં પાછા ફરશે. જો તેઓ આવશે, તો અમે તેમને સ્વીકારીશું.

 

adv

Related News

post
post
post
post
post
post
post