• Home
  • News
  • નીરજ ચોપરા વિશ્વનો નંબર વન જેવલિન થ્રોઅર બન્યો:આવું કરનાર દેશનો પ્રથમ એથ્લીટ, 8 મહિના સુધી વિશ્વના નંબર 2 પર હતો
post

8 મહિના સુધી વિશ્વના બીજા નંબર પર કબજો જમાવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-23 18:42:26

દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકનો ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરા વિશ્વનો નંબર-વન જેવલિન થ્રોઅર બની ગયો છે. આ સિદ્ધિ મેળવનારો તે દેશનો પ્રથમ એથ્લીટ છે. વર્લ્ડ એથ્લેટિક્સ ફેડરેશને સોમવારે આ રેન્કિંગ જાહેર કર્યું હતું. નીરજ 1455 માર્ક્સ સાથે નંબર વન પર છે. તેણે વિશ્વ ચેમ્પિયન ગ્રેનાડાના એન્ડરસન પીટર્સને પાછળ ધકેલી દીધો છે.

પાડોશી દેશ પાકિસ્તાનનો થ્રોઅર અરશદ નદીમ રેન્કિંગમાં પાંચમા સ્થાને રહ્યો. નદીમે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજ ચોપરા ઈજાના કારણે એમાં ભાગ લઈ શક્યો ન હતો. જ્યારે ભારતનો રોહિત યાદવ 15મા અને ડીપી મનુ 17મા સ્થાન સાથે ટોપ-20માં સામેલ છે.

8 મહિના સુધી વિશ્વના બીજા નંબર પર કબજો જમાવ્યો હતો
નીરજ 30 ઓગસ્ટ, 2022થી વિશ્વના બીજા નંબર પર હતો. પીટર્સ હજુ પણ નંબર વન જેવલિન થ્રોએર બની રહ્યો હતો. જ્યારે નીરજે આ મહિને 5 મેના રોજ દોહામાં આયોજિત દોહા લીગમાં 88.67 મીટરના અંતરે ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. બીજી તરફ, વિશ્વનો નંબર વન એન્ડરસન પીટર્સ 85.88 મીટરના થ્રો સાથે ત્રીજા સ્થાને રહ્યો. ટોક્યો ઓલિમ્પિક્સનો સિલ્વર મેડલ વિજેતા જાકૂબ બાદલેચ બીજા ક્રમે રહ્યો હતો.

ફ્રાન્સમાં પોતાના ટાઇટલને ડિફેન્ડ કરવાની ઇચ્છા ભારતીય ભાલા ફેંક એથ્લીટ એશિયન ગેમ્સના ડિફેન્ડિંગ ચેમ્પિયન પણ છે. તેણે ઇન્ડોનેશિયાના જકાર્તામાં યોજાયેલી 2018 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે આ વર્ષે 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન ચીનના હાંગઝોઉમાં યોજાનારી એશિયન ગેમ્સમાં પોતાના ટાઇટલને ડિફેન્ડ કરવા માગશે. નીરજે ગયા વર્ષે યુએસએમાં યુજીન વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર જીત્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post