• Home
  • News
  • નીરજ ચોપરાની તબિયત લથડી:ટોક્યોમાં ગોલ્ડ મેડલ વિજેતા ભારતીય ભાલાફેંક એથ્લીટની 2 દિવસથી 103 ડીગ્રી તાવ, કોવિડ નેગેટિવ
post

ડોકટરે આરામ કરવાની સલાહ આપી, તાવ ઊતરશે તો રાષ્ટ્રપતિ ભવન જશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-14 17:28:08

ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતને એકમાત્ર ગોલ્ડ મેડલ જિતાડનાર ભાલાફેંક એથ્લીટ નીરજ ચોપરાને છેલ્લા 2 દિવસથી 103 ડીગ્રી ફેરનહિટ તાવ આવે છે. જોકે સારી બાબત એ છે કે એનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

ડોક્ટરે આરામ કરવાની સલાહ આપી
નીરજને ડોક્ટરોએ આરામ કરવાની સલાહ આપી છે. ટોક્યોથી પરત ફર્યા પછી તે વિવિધ સન્માન કાર્યક્રમમાં ભાગ લેતો રહેતો હતો. અત્યારે ડોક્ટરોએ અનુમાન લગાવ્યું છે કે તે સતત ટ્રાવેલ કરતો હોવાથી થકાવટને કારણે તેને તાવ આવતો હશે.

રાષ્ટ્રપતિ ભવન જઈ શકે છે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટોક્યો ઓલિમ્પક્સમાં ભાગ લેનાર ભારતના દરેક એથ્લીટને 14 ઓગસ્ટની સાંજે રાષ્ટ્રપતિ ભવન આમંત્રિત કર્યા છે. જો નીરજને તાવ ઊતરી જશે તો એ આ કાર્યક્રમમાં ભાગ લેશે. 15 ઓગસ્ટે ભારતીય એથ્લીટ્સને લાલ કિલ્લા અને વડાપ્રધાન આવાસે પણ જવાનું છે.

ફિટનેસ પ્રિય ગોલ્ડન બોય:નીરજ ચોપરા
ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારત માટે 13 વર્ષ પછી ગોલ્ડ મેડલ જીતનાર ભાલાફેંક એથ્લીટ નીરજના વર્કઆઉટ વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. ગોલ્ડ મેડલ જીતવા પાછળ નીરજની સફળતાનું મુખ્ય કારણ એની સ્ટ્રોંગ ફિટનેસ પણ છે. નીરજના વિવિધ ફિટનેસ વીડિયોને જોતાં એ સાબિત થાય છે કે તેણે ગોલ્ડ મેડલ મેળવવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે.

નીરજના વર્કઆઉટમાં તમને હેવી બોડી-બિલ્ડિંગ અને વેઇટ-લિફ્ટિંગ જોવા નહીં મળે. નીરજે શરૂઆતથી જ પોતાના બોડીને ફ્લેક્સિબલ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. એ 'ડ્રેગલ ફ્લેગ' એક્સર્સાઈઝ દ્વારા પોતાના શરીરને 90 ડીગ્રી સુધી બેન્ડ કરવાની તાલીમ લે છે.