• Home
  • News
  • નીરજ ચોપરા લૌસેન ડાયમન્ડ લીગમાં ઝળક્યો:પહેલા જ થ્રોમાં 89.08 મીટર દૂર ફેંક્યું જેવલિન; આ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય
post

વર્લ્ડ એથ્લેટિક્સમાં જેવલિન ફાઇનલ દરમિયાન ઈજા થઈ

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-27 18:05:45

ઓલિમ્પિક ચેમ્પિયન જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ લૌસેન ડાયમન્ડ લીગમાં ઈતિહાસ રચ્યો છે. ચોપરાએ પોતાના પ્રથમ જ થ્રોમાં 89.08 મીટર દૂર જેવલિન ફેંકીને જીત નોંધાવી હતી. આ સાથે જ તે ડાયમન્ડ લીગ મીટિંગ ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે. તેણે ડાયમન્ડ લીગ ફાઈનલ માટે પણ ક્વાલિફાઈ કરી લીધું છે. આ 7 અને 8 સપ્ટેમ્બરના રોજ સ્વિટ્ઝર્લેન્ડના જ્યુરિખમાં રમાશે.

વર્લ્ડ એથ્લેટિક્સમાં જેવલિન ફાઇનલ દરમિયાન ઈજા થઈ
નીરજ ચોપરાને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જેવલિન ફાઈનલ દરમિયાન ઈજા થઈ હતી. જે પોતાના પગે પટ્ટી બાંધીને રમ્યો હતો. ત્યારે પણ તેણે 88.13 મીટર દૂર જેવલિન ફેંક્યું હતું અને સિલ્વર મેડલ જીત્યો હતો.

વર્લ્ડ એથ્લેટિક્સ ઈવેન્ટ પછી નીરજ ચોપરાનો MRI સ્કેન થયો હતો, જેમાં ગ્રોઈન ઈન્જરીની જાણ થઈ, આથી નીરજ ચોપરાને એક મહિનાના આરામની સલાહ અપાઈ હતી. એને લઈને તે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શક્યો નહોતો. ત્યારે તેણે એક પોસ્ટ લખી જણાવ્યું હતું કે હું નિરાશ છું કે કોમનવેલ્થગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં તિરંગાને ફરકાવી નહીં શકું.