• Home
  • News
  • નવા 152 કેસ, 6નાં મોત, 152માંથી ‘હોટ સ્પોટ’ વિસ્તારના 113 કેસ સતત બે દિવસ 239 કેસ પછી 80 કેસ ઘટ્યા
post

કુલ કેસમાંથી 912 કેસ કોટ વિસ્તારમાંથી આવ્યાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-21 09:16:56

અમદાવાદ: સોમવારે નોંધાયેલા 152 કેસમાંથી 83 કેસ મધ્ય ઝોનમાં જ્યારે દક્ષિણ ઝોનમાંથી 20 કેસ મળી આવ્યા હતા. આનો અર્થ છે કે, આ બંને ઝોનના કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારોમાંથી હજુ પણ સંખ્યાબંધ કેસો મળી રહ્યા છે. મ્યુનિ. હેલ્થ વિભાગની સર્વેલન્સ ટીમો અને પ્રો-એક્ટિવ ટેસ્ટિંગ સ્ટ્રેટેજીના કારણે સતત કેસો વધી રહ્યા છે.  હવે મ્યુનિ.એ રેપિડ ટેસ્ટ પણ શરૂ કર્યા છે. જેમાં અત્યાર સુધી 265 જેટલા લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને આમાંથી 8 લોકો પોઝિટિવ મળ્યા હોવાનું મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ કહ્યું હતું. દિલ્હીના શાહીનબાગથી આવેલા એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નવા નોંધાયેલા કેસ પૈકી  ખોડિયારનગર, નવા નરોડા, ખોખરા, વસ્ત્રાલ, વાસણા, જીવરાજપાર્ક, સાબરમતી સહિતના વિસ્તારોમાંથી મળી આવ્યા છે. ઉત્તર ઝોનમાં મ્યુનિ.ના વધુ બે કર્મચારી જેમાં નરોડા વોર્ડના આસિસ્ટન્ટ ઈજનેર અને ટેક્નિકલ સુપરવાઈઝરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. 

મોટાભાગના કેસ હોટસ્પોટમાંથી
અમદાવાદમાં શનિ અને રવિવારે સળંગ બે દિવસ  કોરોનાના 239 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે પછી સોમવારે આ કેસની સંખ્યામાં ઘટાડો થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. સોમવારે કુલ 152 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 6 લોકોનાં મૃત્યુ થયાં છે. સોમવારે નોંધાયેલા મોટાભાગના કેસ હોટ સ્પોટ’ વિસ્તારના દરિયાપુર, જમાલપુર, બહેરામપુરા, કાલુપુર સહિતના વિસ્તારોમાંથી મ્યુનિ.એ શોધી કાઢ્યા હતા.

કુલ કેસમાંથી 63 ટકા પુરુષોને ચેપ
શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. રવિવારે સુધી નોંધાયેલા 1101 પોઝિટિવ કેસમાંથી પુરુષ દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. 63 ટકા એટલે કે 690 પુરુષ અને 37 ટકા મહિલા એટલે કે 411 મહિલાને કોરોનાનો ચેપ લાગ્યો છે. બે માસના બાળકથી માંડી 92 વર્ષના આધેડ સુધીના વયજૂથના લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

કુલ 6 મોત, તમામ મૃતકોને કોરોના ઉપરાંત અન્ય બીમારી પણ હતી
2
દિવસમાં કોરોનાથી મોત - પુરુષ, 65 વર્ષ
છેલ્લા પાંચ-છ દિવસથી કફ અને શ્વાસમાં લેવામાં તકલીફ સાથે હોસ્પિટલ લવાયા હતા. દર્દી 15 વર્ષથી ડાયાબિટીસ ધરાવે છે. મેડિકલ તપાસમાં દર્દીને કિડની
ઉપરાંત શ્વાસની તકલીફ હતી.

24 કલાકમાં જ મોત થયું - પુરુષ, 66 વર્ષ
એક દિવસ પહેલાં જ તાવ તેમજ શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ સાથે હોસ્પિટલમાં લવાયા હતા.  દર્દીને તાત્કાલિક વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. 

અન્ય બીમારીને લીધે મોત - પુરુષ, 54 વર્ષ
છેલ્લા બે-ત્રણ દિવસથી તાવ-શ્વાસ લેવામાં તકલીફ અને સૂકી ખાંસી હતી. દર્દીને ડાયાબિટીસ હોવાની તાજેતરમાં જાણ થઈ. કોરોના ઉપરાંત અન્ય કોમ્પલિકેશનને કારણે રવિવારે મૃત્યુ થયું.

શ્વાસ લેવામાં તકલીફ હતી - મહિલા, 67 વર્ષ
મહિલાએ વિદેશ પ્રવાસ કર્યાની કોઈ હિસ્ટ્રી નથી. છેલ્લા એક-બે દિવસથી હળવો તાવ, શ્વાસ લેવામાં તકલીફ અને સૂકી ખાંસીની ફરિયાદ સાથે હોસ્પિટલમાં લવાયા હતા. રવિવારે મોત થયું.

રિપોર્ટ આવે તે પહેલાં મોત - પુરુષ, 59 વર્ષ
ત્રણ દિવસથી તાવ અને સૂકી ખાંસી જ્યારે બે દિવસથી શ્વાસમાં તકલીફની ફરિયાદ સાથે શનિવારે હોસ્પિટલ લવાયા હતા. તેમના કોરોના રિપોર્ટનું પરિણામ આવે તે પહેલાં જ મૃત્યુ થયું.

નારણપુરાના આધેડનું મોત - પુરુષ, 81 વર્ષ
નારણપુરા વિસ્તારમાં રહેતા 81 વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન સોમવારે તેમનું મૃત્યુ થયું હતું. 

20 એપ્રિલની સવારથી લઈ અત્યાર સુધી બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ

10 લાખની વસતિએ જાપાન કરતા પણ વધુ ટેસ્ટ કર્યાં

શહેરમાં કોરોનાની સ્થિતિ અંગે અપડેટ આપતા મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કેદિલ્હીની મરકઝમાંથી આવેલા લોકોને કારણે કોરોનાનો ફેલાવો વધુ થયો છે. 15 માર્ચથી અમદાવાદમાં ત્રીજું સ્ટેજ શરૂ થયું હતું. 10 લાખની વસતિએ જાપાન કરતા પણ વધુ ટેસ્ટ કર્યાં છે. અમદાવાદની ત્રણ ખાનગી હોસ્પિટલને સારવાર માટે મંજૂરી આપવાની પ્રક્રિયા ચાલી રહી છે.

દિલ્હીની મરકઝમાંથી આવેલા લોકોને કારણે કોરોનાનો ફેલાવો વધુ થયોઃ મ્યુ.કમિ.

મ્યુનિસિપલ કમિશનરે વધુમાં કહ્યું કેઆજે સામે આવેલા 91 કેસમાંથી મોટાભાગના કેસ હોટસ્પોટ વિસ્તારમાંથી બહાર આવ્યા છે. કોરોનાનો સામનો કરવા અમે જાન્યુઆરી મહિનાથી જ તૈયાર હતા. અમે પહેલેથી જ માસ્ક પણ ખરીદી લીધા હતા. 24 જાન્યુઆરીએ તબીબોની મોટી ટ્રેનિંગ થઈ હતી. 8 માર્ચ સુધીમાં સ્થિતિની ગંભીરતા સમજાઈ ગઈ હતી. 15 માર્ચથી અમદાવાદમાં ત્રીજું સ્ટેજ શરૂ થયું. જ્યારે એપ્રિલમાં ચોથું ચરણ શરૂ થઈ ચૂક્યું છે. જો કે દિલ્હીની મરકઝમાંથી આવેલા લોકોને કારણે કોરોનાનો ફેલાવો વધુ થયો છે. બહારથી આવેલા લોકોને કારણે જે ડર અને પડકાર હતો તે સ્થિતિને પહોંચી વળ્યા છીએ. શાકભાજી અને રાશન વાળા પર અમારી નજર છે. 22 માર્ચ સુધીમાં 6000 હજાર લોકો આવ્યા તેને કારણે 5-7 લાખ સુધી કોરોના ફેલાયો હોત પણ એવું બન્યું નહીં

ચોથા સ્ટેજમાં દિલ્હી, મુંબઈ અને ઈન્દોરથી આવેલા આવેલા લોકો પડકારરૂપ બન્યાં

એપ્રિલના ચોથા સ્ટેજમાં એક પડકાર છે કે, અમુક લોકો ઈન્દોરથી અમુક લોકો મુંબઈ અને ઘણાં લોકો દિલ્હીના નિઝામુદ્દીનથી આવ્યા હતા. જેને કારણે સંક્રમણ ફેલાયું. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં સંક્રમણ ફેલાયું ત્યાં અમે એગ્રેસિવ ટેસ્ટિંગ કરીને સામેથી કોરોનાના દર્દી શોધી કાઢ્યા. 

 

adv

Related News

post
post
post
post
post
post
post