• Home
  • News
  • નવો ફણગો ફૂટયો: ઊંઝા APMCના છ બોગસ લાઇસન્સ બન્યાં, APMCએ બેંકોને જાણ કરી હતી
post

બેંક ખાતાઓમાં કરોડો રૃપિયાની હેરાફેરીના કૌભાંડમાં નવો ફણગો ફૂટયો

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-05 10:28:12

ઊંઝા APMCના બોગસ લાઈસન્સ આધારે બેંક ખાતા ખોલાવીને કરોડો રૃપીયાની હેરાફેરી કરી કર ચોરી કરવાના મામલાની તપાસ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ચાલી રહી છે. દરમિયાન આ કૌભાંડમાં નવો ફણગો ફુટયો છે. ઊંઝા એપીએમસીએ ત્રણ માસ પહેલા ઈન્ડસ, એક્સિસ, એચડીએફસી, બીઓઆઈ અને આઈડીબીઆઈ બેંકોને લેખિત જાણ કરી હતી કે, એપીએમસીના નામે છ બોગસ લાઈસન્સ ઠગ ટોળકીએ બનાવ્યા છે.

જેના આધારે ટોળકીના સભ્યો તમારી બેંકોમાં એકાઉન્ટ ખોલાવ્યા હોવાની અને કરોડોની હેરાફેરી કર્યાની શક્યતા છે. જે એકાઉન્ટમાં આરોપીએ કર ચોરી કે ગેરરિતી થઈ શકે છે. આ મામલે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરશો. આ સમગ્ર મામલે બેંકો તરફથી કોઈ કાર્યવાહી થઈ કે નહી તે અંગેની વિગતો બહાર આવી નથી પણ જેના નામે બોગસ લાઈસન્સ ખુલ્યું હતું કે, તે ધારક પટેલએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં બે લોકો વિરૃદ્ધ આક્ષેપ કરતી અરજી જેમાં સમગ્ર મામલો બહાર આવ્યો છે.

ઊંઝા એપીએમસીએ બેંકોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝા વેપારીભાઈઓને કાયદેસરની પ્રક્રીયા પુરી કર્યા બાદ લાયસન્સ આપતી હોય છે. જેના આધારે વેપારીઓ વ્યવહારો, જીએસટી નંબરની માંગણી તથા બેંકમાં ખાતા ખોલાવી શકે છે. બજાર સમિતિના ધ્યાન પર આવ્યું છે કે, છ જેટલા વેપારી લાયસન્સ બજાર સમિતિ ઊંઝાએ આપેલ નથી, પરંતુ ગેરરિતીથી બોગસ લાયસન્સ ઉભા કરેલા છે. જેના આધારે આપની બેંકમાં ખાતા ખોલાવ્યા હોય તેવી દહેશત છે.

બોગસ લાઈસન્સ વિગતો બજાર સમિતિ ઊંઝાની તપાસમાં બહાર આવી છે. જેમાં, લાઇસન્સ નં-૨૧૫૨ મૌલિક પારેખ એ/૧૭ મેઈનલાઈન ગંજબજાર, ઊંઝા, લાઇસન્સ નં-૦૯૬૮ અંટાળા મનીષ બાલંચદભાઈ એ/૧૬, મેઈન ગંજબજાર ઊંઝા, લાઇસન્સ નં-૧૧૨૪, શાહ ઋષી નિલંબર, ૪૧, તિરૃપતિ માર્કેટ, ઊંઝા, લાઈસંસ નં-૦૬૪૨ શિવ એન્ટરપ્રાઈઝ એ/૧૬ મેઈનલાઈન, ગંજબજાર, ઊંઝા, લાઇસન્સ નં- ૧૫૮૨ પટેલ ધારક જગદીશકુમાર ૪૧, તિરૃપતિ માર્કેટ, ઊંઝા અને લાઈસંસ નં- ૧૦૩૭ યોગેશ અમૃતલાલ મોદી સી/૧૩૬, માર્કેટયાર્ડ, ઊંઝાનો સમાવેશ થાય છે.

પોલીસ હાલમાં માત્ર ધારક પટેલના નામે બોગસ લાઈસંસ લઈ ખોલવામાં આવેલા બેંક એકાઉન્ટ મામલે ખુદ ધારકે કરેલી લેખિત અરજી મામલે તપાસ કરી રહી છે. જો ધારક પટેલના બેંક એકાઉન્ટમાં ટોળકીએ ૧૦૦ કરોડથી વધુની રકમની હેરાફેરી કરી હોય તો બીજા પાંચ બોગસ લાઈસંસ આધારે ખુલેલા બેંક એકાઉન્ટમાં પણ કેટલા કરોડો રૃપીયાની હેરાફેરી થઈ હશે તેની તપાસ જરૃરી છે.

adv

Related News

post
post
post
post
post
post
post