• Home
  • News
  • સુરત DEOનો નવતર પ્રયોગ:કચેરીમાં ઇ-લાઇબ્રેરી શરૂ કરી, નાનકડી દીવાલમાં QR કોડ મુક્યા, મુલાકાતીઓ કોડ સ્કેન કરી મનગમતા પુસ્તકો વાંચી શકે છે
post

જિલ્લા શિક્ષણાધિકારી દીપક દરજીએ જણાવ્યું હતું કે, ઘણા મુલાકાતીઓ કચેરી ખાતે આવે છે અને સમય પસાર કરે છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-09 18:57:01

સુરત: વ્યક્તિના જીવનમાં જ્ઞાન ખુબ જ મહત્વનું હોય છે. જ્ઞાન હોય તો વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિને જીતી શકે છે ત્યારે સુરતમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. DEO કચેરી ખાતે ઇ-લાઇબ્રેરી શરુ કરવામાં આવી છે. જ્યાં મુલાકાતીઓ મોબાઈલમાં કયુઆર કોડ સ્કેન કરીને પુસ્તકો વાંચી શકે છે.

કોડ સ્કેન કરી મનગમતા પુસ્તકો વાંચી શકે છે
સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ડીઈઓની કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો કામ અર્થે આવતા હોય છે અને લોકોને અહી ઘણો સમય પણ પસાર કરવો પડતો હોય છે ત્યારે અહી આવનાર મુલાકાતીઓ માટે એક ખાસ ઈ-લાયબ્રેરી બનાવવામાં આવી છે. અહી ચેમ્બર પાસે વિવિધ પુસ્તકોના કયુઆર કોડ લગાડવામાં આવ્યા છે. આ QR કોડ મોબાઈલમાં સ્કેન કરીને વ્યક્તિ પુસ્તકો વાંચી શકે છે જેથી મુલાકાતીઓનો સમય પણ પસાર થાય અને તેના જ્ઞાનમાં પણ વધારો થાય.

લોકોને વધુ જાણકારી આપવા પ્રયાસ
આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી દીપક દરજીએ જણાવ્યું હતું કે, ઘણા મુલાકાતીઓ કચેરી ખાતે આવે છે અને સમય પસાર કરે છે. આ જોતા મુલાકાતીઓનો સમય પણ પસાર થાય અને તેના જ્ઞાનમાં પણ વધારો થાય તે માટે દીવાલ પર ઉપયોગી એવી 63 જેટલી બુક્સના QR કોડ લગાવ્યા છે. દરેક વ્યક્તિ પાસે હવે મોબાઈલ ફોન હોય જ છે. જેથી વ્યક્તિ અહી આવે ત્યારે મોબાઈલમાં QR કોડ સ્કેન કરીને પોતાના જોડે આખી બુક્સ લઇ શકે છે અને વાંચી શકે છે. જેથી મુલાકાતીઓનો સમય પણ વ્યતીત થાય છે તેમજ તેના જ્ઞાનમાં પણ વધારો થાય છે.આગામી સમયમાં વધુ બુક્સના પણ QR લગાડવામાં આવશે. જેથી લોકોને વધુ જાણકારી અને માહિતી મળી રહે.

63 પુસ્તકોના QR કોડ અહી લગાડવામાં આવ્યા
અહી દીવાલ પર હાલમાં ચિંતા મુક્ત મન અને રોગ મુક્ત શરીર, જીવન જીવવાની કળા, આળસને અલવિદા કહો, મારી હક્કિત, ગુજરાતનો ઈતિહાસ, ગુજરાતની લોક સંસ્કૃતિ જેવા વિવિધ વિષયોની 63 પુસ્તકોના QR કોડ અહી લગાડવામાં આવ્યા છે. આવનાર સમયમાં વધુ લોક ઉપયોગી નીવડે તેવી બુક્સના QR કોડ પણ અહી લગાડવામાં આવશે જેથી મુલાકાતીઓ અહી આવે ત્યારે તેઓનો સમય આ પુસ્તકો વાંચવામાં વ્યતીત થાય અને તેઓને જ્ઞાન પણ મળે.

adv

Related News

post
post
post
post
post
post
post