• Home
  • News
  • ન્યૂઝીલેન્ડે ભારતીય મહિલા ટીમને 18 રને હરાવી
post

બંને ટીમો વચ્ચે 2009થી અત્યારસુધી 13 ટી-20 મેચ રમાઈ છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-10 11:48:31

ન્યૂઝીલેન્ડ: ન્યૂઝીલેન્ડની મહિલા ટીમે એકમાત્ર ટી-20 મેચમાં ભારતને 18 રને હરાવ્યું. ટીમની 13 વર્ષમાં નવમી જીત છે. બંને ટીમો વચ્ચે 2009થી અત્યારસુધી 13 ટી-20 મેચ રમાઈ છે. ન્યૂઝીલેન્ડે 5 વિકેટે 155 રન કર્યા. સૂઝી બેટ્સે સૌથી વધુ 36 રન કર્યા.

ભારતે 20 ઓવરમાં 8 વિકેટે 137 રન કર્યા હતા. એસ.મેઘનાએ સૌથી વધુ 37 રન કર્યા. ગત સિરીઝમાં ભારતની ટોપ સ્કોરર રહેલ સ્મૃતિ મંધાના અને જેમિમાને ટીમમાં સામેલ નથી કરાઈ.

2019માં ન્યૂઝીલેન્ડમાં થયેલી ટી-20 સિરીઝમાં સ્મૃતિએ 180 અને જેમિમાએ 132 રન કર્યા હતા.