• Home
  • News
  • ન્યુઝીલેન્ડે બાજી પલટાવી ઈંગ્લેન્ડને 1 રને હરાવ્યું, ફોલોઓન થયા બાદ ટેસ્ટ મેચ જીતીને રચ્યો ઈતિહાસ
post

આ પહેલા વર્ષ 1993માં વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયા સામે રોમાંચક વિજય મેળવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-28 19:43:48

કોણ કહે છે કે ટેસ્ટ ક્રિકેટ એ બોરીંગ ક્રિકેટ છે. ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરીઝમાં ન્યુઝીલેન્ડે એક રોમાંચક મેચમાં છેલ્લી ક્ષણોમાં મેચની બાજી પલટાવીને ઈંગ્લેન્ડને એક રનથી પરાજય આપ્યો હતો. આ સાથે જ ન્યુઝીલેન્ડની ટીમે ઈતિહાસ રચ્યો હતો અને ફોલોઓન થયા બાદ જીતનારી ક્રિકેટ ઈતિહાસની ચોથી ટીમ બની હતી.

એક રનથી રોમાંચક વિજય મેળવ્યો 

ન્યુઝીલેન્ડે વેલિંગ્ટનમાં ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં એક રનથી રોમાંચક વિજય મેળવ્યો હતો. ક્રિકેટના ઈતિહાસમાં આવું બીજી વખત બન્યું છે જ્યારે ટેસ્ટ આટલા અંતરથી નક્કી કરવામાં આવી હતી. ન્યુઝીલેન્ડ ફોલોઓન બાદ ટેસ્ટ જીતનારી ક્રિકેટ ઈતિહાસની માત્ર ચોથી ટીમ બની હતી. વર્ષ 1993માં એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે વેસ્ટ ઈન્ડિઝની ટીમે એક રનથી જીત મેળવી હતી. કર્ટની વોલ્શની બોલીંગમાં ક્રેગ મેકડર્મોટ વિકેટની પાછળ કેચ આઉટ થયો હતો અને તે છેલ્લો બેટ્સમેન હતો. વેલિંગ્ટનમાં 30 વર્ષ બાદ આવી જ સમાનતા જોવા મળી હતી. નીલ વેગનરની બોલ પર જેમ્સ એન્ડરસનનો કેચ કિવી વિકેટકીપર ટોમ બ્લંડેલના હાથે કેચ થયો હતો. ઈંગ્લેન્ડની આ છેલ્લી વિકેટ હતી અને આ સાથે જ ન્યૂઝીલેન્ડે ઈતિહાસમાં પોતાનુ નામ નોંધાવી દીધુ છે.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી નાના માર્જિનથી જીત

1. ન્યુઝીલેન્ડે ઈંગ્લેન્ડને 1 રનથી હરાવ્યું, વેલિંગ્ટન, 2023

2. વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયાને 1 રનથી હરાવ્યું, એડિલેડ, 1993

3. ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 2 રને હરાવ્યું, બર્મિંગહામ, 2005

ફોલોઓન પછી જીતેલી ટેસ્ટ મેચોના પરિણામો

સિડની, 1894 : ઈંગ્લેન્ડ 10 રનથી જીત્યું

લીડ્ઝ, 1981 : ઈંગ્લેન્ડ 18 રનથી જીત્યું

કોલકાતા, 2001 : ભારત 171 રનથી જીત્યું

વેલિંગ્ટન, 2023 : ન્યુઝીલેન્ડ 1 રનથી જીત્યું

આ રીતે ન્યુઝીલેન્ડે ઈતિહાસ રચ્યો

મેચના પાંચમાં દિવસે ઈંગ્લેન્ડે સવારે એક વિકેટે 48 રનના સ્કોરથી શરૂઆત કરી હતી અને તેને જીતવા માટે 210 રનની જરૂર હતી. આ પહેલા મેચમાં ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરી હતી અને 435 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 209 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, ત્યારબાદ ઈંગ્લેન્ડે તેને ફોલોઓન આપ્યું હતું. આ પછી ન્યુઝીલેન્ડે 483 રનનો મોટો સ્કોર બનાવ્યો અને ઈંગ્લેન્ડને પડકાર આપ્યો. જ્યારે બેન સ્ટોક્સ અને બેન ફોક્સની જોડી ક્રિઝ પર હતી ત્યારે એવું લાગતું હતું કે ઈંગ્લેન્ડ અહીં અજાયબી કરી શકે છે પરંતુ ન્યુઝીલેન્ડે વાપસી કરી હતી. બેન ફોક્સ 251ના સ્કોર પર આઉટ થયો હતો અને ત્યાર બાદ છેલ્લી વિકેટ 256ના સ્કોર પર જેમ્સ એન્ડરસનની પડી તે સમયે ઈંગ્લેન્ડને જીતવા માટે 2 રન કરવાના હતા જો કે ન્યુઝીલેન્ડની ટીમનો એક રનથી રોમાંચક વિજય થયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post