• Home
  • News
  • આગામી 5 દિવસ બાદ ફરી કાતિલ ઠંડી પડશે, 15 થી 17 ફેબ્રુઆરીમાં ઉ.ગુ.માં માવઠાની શક્યતા
post

ઠંડી 3 ડિગ્રી સુધી ઘટી ફરી વધશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-03 11:03:33

વિજાપુરઃ .ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં માત્ર ડીસા શહેરમાં ઠંડી અડધો ડિગ્રી વધી હતી. જ્યારે મહેસાણા સહિત બાકીના ચારેય શહેરોમાં ઠંડીનું પ્રમાણ 2 ડિગ્રી સુધી ઘટ્યું હોવા છતાં ઠંડા પવનના કારણે ઠંડી અનુભવાઇ હતી. હવામાન વિભાગના મતે આગામી 5 દિવસમાં ઠંડીમાં ભારે વધઘટ જોવા મળશે. જે મુજબ જેટલી ઠંડી ઘટશે એટલી ઠંડી વધશે. રવિવારે મહેસાણામાં 12.5, પાટણમાં 11.6, ડીસામાં 9.2, ઇડરમાં 10.9 અને મોડાસામાં 12.7 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારો પરથી સોમવારે વેસ્ટન ડિસ્ટબન્સ પસાર થનારું છે. જેની અસર તળે મેદાની પ્રદેશો ઉપરથી પસાર થતા પવન પ્રભાવિત થશે. જેના કારણે આગામી 48 કલાક એટલે કે સોમવાર બપોરથી બુધવાર બપોર સુધી ઠંડી 2 થી 3 ડિગ્રી સુધી ઘટશે. સિસ્ટમ દૂર થતાં ફરી એક વાર ઠંડી 2 થી 3 ડિગ્રી વધશે. બીજી બાજુ મોસમ નિષ્ણાંતોના મત મુજબ, આગામી 15 ફેબ્રુઆરીની આસપાસ ઉત્તર ગુજરાતને અસર કરતી એક વેસ્ટન ડિસ્ટબન્સ તૈયાર થવાની શકયતા પ્રબળ બની રહી છે. જો સિસ્ટમ સક્રિય થશે તો ઉત્તર ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં જેવા વાદળો બંધાય છે તેવું વરસાદી વાતાવરણ તૈયાર થશે અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ થઈ શકે છે. તેમજ કમોસમી વરસાદ કેટલાક સ્થળોએ અડધા ઇંચ સુધીનો હોઈ શકે છે.

15 વર્ષ પહેલાં રેકોર્ડબ્રેક 2 ડિગ્રી ઠંડી પડી હતી
ઉત્તર ગુજરાતમાં 15 વર્ષ પહેલાં ફેબ્રુઆરી મહિનામાં રેકોર્ડ બ્રેક ઠંડી અનુભવાઈ હતી. વર્ષ 2005ની 20 ફેબ્રુઆરીએ ડીસાનું તાપમાન માત્ર 2 ડિગ્રી રહ્યું હતું. જેના કારણે દિવસે આખું ઉત્તર ગુજરાત ઠંડુગાર રહેતા સૌથી કોલ્ડેસ્ટ દિવસ સાબિત થયો હતો.

11 વર્ષમાં ચોથી વખત ફેબ્રુઆરીમાં સૌથી વધુ ઠંડી નોંધાઈ
2009:-> 10.5
2010:-> 10.3
2011:-> 12.3
2012:-> 4.4
2013:-> 10.0
2014:-> 9.4
2015:-> 9.6
2016:-> 10.0
2017:-> 9.0
2018:-> 11.0
2019:-> 6.4
2020:-> 9.2

 

 

adv

Related News

post
post
post
post
post
post
post