• Home
  • News
  • નિર્ભયાના દોષિતો રાષ્ટ્રપતિને દયાની અરજી અગાઉ સુપ્રીમકોર્ટમાં ક્યુરેટીવ પિટિશન કરશે
post

દિલ્હીમાં 2016માં નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને તેની હત્યાના મામલે ફાંસીની સજા પામેલા ચારેય ગુનેગારોમાંથી ત્રણ જણાએ તિહાર જેલ વહીવટી તંત્રની નોટિસનો જવાબ આપી દીધો છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-25 11:58:12

નવી દિલ્હી: દિલ્હીમાં 2016માં નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને તેની હત્યાના મામલે ફાંસીની સજા પામેલા ચારેય ગુનેગારોમાંથી ત્રણ જણાએ તિહાર જેલ વહીવટી તંત્રની નોટિસનો જવાબ આપી દીધો છે.

મુકેશ, પવન અને વિનયે કહ્યું છે કે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી અગાઉ તેઓ સુપ્રીમકોર્ટમાં ક્યુરેટીવ અરજી કરશે. તેમણે અત્યાર સુધી મળેલા બચાવના બંધારણીય અધિકારો હેઠળ આ કાનૂની વિકલ્પનો ઉપયોગ કર્યો નથી. દોષિતોના વકીલ એન.પી.સી. મારફતે તિહાર જેલ વહીવટી તંત્રની નોટિસનો જવાબ અપાયો છે. તેમણે કહ્યું કે સુપ્રીમકોર્ટ ખૂલતા જ તેઓ અરજી કરશે