• Home
  • News
  • નીતીશ સરકારે પટનામાં પુલ બનાવવાનું ટેન્ડર રદ્દ કર્યું, પ્રોજેક્ટના બે કોન્ટ્રાક્ટરના પાર્ટનર ચીનના હતા
post

પટનામાં મહાત્મા ગાંધી સેતૂના સમાનાંતર પુલ નિર્માણ કરવાનો છે, તેના માટે 4 કોન્ટ્રાક્ટરની પસંદગી કરવામા આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-29 10:09:32

પટના: બિહાર સરકારે રવિવારે જાહેરાત કરી હતી કે પટનામાં જે પુલનું નિર્માણ કરવાનું છે તેનું ટેન્ડર કેન્સલ કરવામા આવ્યું છે. રાજ્યના માર્ગ નિર્માણ મંત્રી નંદકિશોર યાદવે આ જાણકારી આપી હતી. ટેન્ડર એટલા માટે કેન્સલ કરવામા આવ્યું કારણ કે તેમાં 4 કોન્ટ્રાક્ટર્સ પૈકી બે કોન્ટ્રાક્ટરના પાર્ટનર ચીનના હતા. 

પટનામાં મેગા બ્રિજ પ્રોજેક્ટ શરૂ કરવામા આવ્યો છે. આ પુલ પ્રસિદ્ધ મહાત્મા ગાંધી સેતુના સમાનાંતર બનશે. રિપોર્ટ પ્રમાણે ગલવાનમાં થયેલી અથડામણ બાદ આ નિર્ણય લેવામા આવ્યો છે. તાજેતરમાં જ ઇન્ડિયન ટ્રેડર્સ સંગઠન સીઆઇટીએ 500 ચીનના પ્રોડક્ટ્સની યાદી જાહેર કરી તેમનો બહિષ્કાર કરવાની માંગ કરી હતી. 

પ્રોજેક્ટ માટે ફરી એપ્લીકેશન મંગાવવામા આવશે
નંદકિશોર યાદવે કહ્યું કે જે કોન્ટ્રાક્ટર્સને પુલ નિર્માણ માટે કામ સોંપાયુ હતું તેમના સહયોગી ચાઇનિઝ છે. અમે તે લોકોને કહ્યું હતું કે તેમના પાર્ટનર બદલી નાખે. પરંતુ તેઓ રાજી થયા નહીં. અમે તેમના ટેન્ડર કેન્સલ કરી નાખ્યા છે. હવે અમે ફરીથી અરજી મંગાવી છે. આ પ્રોજેક્ટ માટે બોલી લગાવવામાં ચીનની હાર્બર એન્જિનિઅરિંગ કંપની તેમજ શાંક્શી રોડ બ્રિજ કંપની સામેલ હતી. ગત વર્ષે આ પ્રોજેક્ટને આર્થિક મામલાઓની સમિતિએ મંજૂરી આપી હતી. 

ઘણા નાના પુલ પણ આ પ્રોજેક્ટમાં સામેલ
14.500
કિમી લંબાઇવાળા આ પ્રોજેક્ટમાં 5.6 કિમી લાંબો પૂલ બનવાનો છે. તે સિવાય 4 અંડરપાસ, એક રેલ ઓવર બ્રિજ, 1580 મીટર લાંબા પુલ, 4 નાના પુલ, 5 બસ શેલ્ટર અને 13 રોડ જંક્શન બનાવવાના છે. આ સમગ્ર પ્રોજેક્ટને સાડા ત્રણ વર્ષમાં પૂરો કરવાનો છે અને તેના માટે 29.26 અબજ રૂપિયાનો ખર્ચો થશે. 

મહારાષ્ટ્ર સરકારે પણ ચીનની કંપની સાથે MoU પર રોક લગાવી
આ અઠવાડિયે મહારાષ્ટ્ર સરકારે પણ ચીનની કંપની સાથે થયેલા 5 હજાર 20 કરોડના મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર રોક લગાવી દીધી હતી. મહારાષ્ટ્ર સરકારે કેન્દ્રને અપીલ કરી હતી કે ચીનના બહિષ્કાર સાથે જોડાયેલા અભિયાનના સંદર્ભમાં તેમની નીતિઓ સ્પષ્ટ કરે. આ MoU ચીનના હેંગલી ગ્રુપ, ગ્રેટ વાલ મોટર્સ અને પીએમઆઇ ઇલેક્ટ્રો મોબિલીટી સોલ્યુશન સાથે કરવામા આવ્યા હતા. 

 

adv

Related News

post
post
post
post
post
post
post