• Home
  • News
  • બિહાર ચૂંટણીની વચ્ચે નીતીશકુમારે અનામતની સોગટી મારી મોટો દાવ ખેલ્યો, આમને આપવાની કરી વકાલત
post

વાલ્મીકિનગરમાં નીતીશકુમારે કહ્યું કે જાતિઓની વસતીના હિસાબથી અનામત મળવું જોઇએ

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-30 10:59:08

બિહાર વિધાનસભાની ચૂંટણી (Bihar Assembly Election)ના રાજકીય અખાડામાં હવે અનામત (Reservation)નો દાવ પણ ખેલાઇ ગયો છે. સીએમ નીતીશ કુમાર (Nitishkumar) એ વસતીના હિસાબથી અનામતની હિમાયત કરી છે. નીતીશકુમારનું કહેવું છે કે તેમનું હંમેશાથી એ મંતવ્ય રહ્યું છે અને તેઓ તેના પર અડગ છે કે જાતિઓને તેમની વસતી પ્રમાણે જ અનામત મળવું જોઇએ.

ઉલ્લેખનીય છે કે બિહારના રણમાં પાર્ટીઓ વોટ માટે તનતોડ મહેનત કરી રહ્યું છે. રોજગાર અને કાયદા વ્યવસ્થાને લઇ ગોટાળાની જોરદાર ચર્ચા થઇ રહી છે. પરંતુ હવે વારો આવ્યો છે નવા રાજકીય શસ્ત્રોને અજમાવાની. અને આ બધાની વચ્ચે નીતીશ કુમારે ખેલ્યો અનામતનો દાવ.

વાલ્મીકિનગરમાં નીતીશકુમારે કહ્યું કે જાતિઓની વસતીના હિસાબથી અનામત મળવું જોઇએ. અસલમાં વાલ્મીકિ નગરમાં થારૂ જાતિના ઘણા વોટ છે અને આ જાતિ જનજાતિમાં સામેલ કરવાની માંગણી ઉઠાવી રહ્યું છે. તેનું સમર્થન કરતાં નીતિશકુમારે કહ્યું કે વસતી ગણતરી અમારા લોકોના હાથમાં નથી પરંતુ અમે ઇચ્છીશું કે જેટલા લોકોની વસતી છે તે પ્રમાણે લોકોને અનામત મળે. તેમાં અમારો કોઇ બેમત નથી.

સીએમ નીતીશકુમારે એ પણ દાવો કર્યો કે થારૂને અનામતનો ફાયદો અપાવા માટે તેઓ વર્ષોથી કોશિષ કરી રહ્યા છે. ત્યારથી જ્યારથી તેઓ અટલ સરકારમાં રેલવે મંત્રી હતા. અસલમાં અહીં પ્રચાર કરવા માટે પહોંચેલા નીતીશ કુમાપની સામે થારૂ જાતિએ પૂરજોર રીતે અનામતનો મુદ્દો મૂકયો હતો.

બિહારમાં પહેલાં તબક્કાનું મતદાન પૂરું થઇ ચૂકયું છે. અનામતનો દાવ પણ અજમાવી ચૂકયા છે. જોવાનું એ રહેશે કે વિરોધી તેની શું અને કેવી રીતે લે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post