• Home
  • News
  • અહીં નામ નહીં, કામ વેચાય છે...:ગયા વર્ષે 11 કરોડ મેળવનારા રૈનાને ખરીદદાર ના મળ્યો, કમિન્સ-વૉર્નરની કિંમત 50%થી વધુ ઘટી
post

આઈપીએલ ઑક્શન - 550 કરોડમાં 204 ખેલાડી વેચાયા

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-14 11:29:14

આઈપીએલની 15મી સિઝન માટે બે દિવસીય મેગા નિલામી રવિવારે પૂરી થઈ. દસ ટીમોએ રૂ. 551.70 કરોડનો ખ્ચ કરીને 600માંથી 204 ખલેાડી પર દાવ લગાવ્યો. તેમાંથી 137 ખેલાડી ભારતીય અને 67 વિદેશી છે. આ પૈકી 107 ખેલાડી કેપ્ડ અને 97 ખેલાડી અનકેપ્ડ વેચાયા. કુલ 108 ખેલાડી રૂ. એક કરોડથી વધુ રકમમાં ખરીદાયા છે. 14મી સિઝનમાં રૂ. 11 કરોડ મેળવનારા સુરેશ રૈનાને આ વખતે કોઈ ખરીદાર ના મળ્યો. આ ઉપરાંત કમિન્સ-મનીષ પાંડે, વૉર્નર સહિત અનેક ખેલાડી એવા રહ્યા, જે ગયા વખત કરતા અડધી કિંમતે વેચાયા.

ઈશાન રૂ. 15.25 કરોડમાં સૌથી મોંઘો, ગયા વર્ષે રૂ. 16.25 કરોડમાં ક્રિસ હતો

ખેલાડી

ટીમ

કેટેગરી

રકમ

ઈશાન

મુંબઈ

વિકેટકીપર

15.25

ડી. ચાહર

ચેન્નઈ

બોલર

14

શ્રેયસ

કોલકાતા

બેટ્સમેન

12.25

લિવિંગસ્ટોન

પંજાબ

ઑલરાઉન્ડર

11.5

શાર્દૂલ

દિલ્હી

બોલર

10.75

હર્ષલ

બેંગલુરુ

ઑલરાઉન્ડર

10.75

પૂરન

હૈદરાબાદ

વિકેટકીપર

10.75

ફર્ગ્યુસન

ગુજરાત

બોલર

10

આવેશ

લખનઉ

બોલર

10

પ્રસિદ્ધ

રાજસ્થાન

બોલર

10

આ ન વેચાયા: રૈનાને વિવાદ નડ્યો

ખેલાડી

બેઝ પ્રાઈઝ

2021

સુરેશ રૈના

2 કરોડ

11 કરોડ

સ્ટિવ સ્મિથ

2 કરોડ

2.6 કરોડ

શાકિબ

2 કરોડ

3.2 કરોડ

ઈમરાન તાહિર

2 કરોડ

1 કરોડ

ઈયોન મોર્ગન

1.5 કરોડ

5.2 કરોડ

આમની કિંમત ઘટી: ખરાબ પ્રદર્શન ભારે પડ્યું

ખેલાડી

2021

2022

અશ્વિન

7.60 (દિલ્હી)

5.00(રાજસ્થાન)

કમિન્સ

15.50 (કેકેઆર)

7.25(કેકેઆર)

વોર્નર

12 (હૈદરાબાદ)

6.25(દિલ્હી)

મનીષ પાંડે

11(હૈદરાબાદ)

4.60(લખનઉ)

ડ્વેન બ્રાવો

6.40(ચેન્નઈ)

4.40(ચેન્નઈ)

​​​​​​​રાજ બાવા 2 કરોડમાં વેચાયો

અન્ડર-19 વર્લ્ડકપ 2022ની ફાઇનલમાં મેન ઓફ ધ મેચ રહેલા રાજ બાવાને પંજાબ કિંગ્સે 2 કરોડમાં ખરીદયો. કેપ્ટન યશ ઢુલ 50 લાખમાં વેચાયો.

લિવિંગસ્ટોન સૌથી મોંઘો વિદેશી
આ વખતની હરાજીનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી ઇંગ્લેન્ડનો લિયામ લિવિંગસ્ટોન રહ્યો. તેને પંજાબ કિંગ્સે 11.50 કરોડ રૂ.માં ખરીદયો.

અર્જુન 10 લાખ વધુમાં વેચાયો
તેંડુલકરના દીકરા અર્જુનને મુંબઈએ 30 લાખમાં ખરીદ્યો. બેઝ પ્રાઈઝ 20 લાખ હતી. ગત વર્ષે મુંબઈએ અર્જુનને 20 લાખમાં ખરીદી લીધો હતો.

ગુજરાત ટાઇટન્સ: 90 કરોડમાં 23 ખેલાડી ખરીદ્યા
અમદાવાદની ટીમ ગુજરાત ટાઇટન્સે કુલ 89.85 કરોડ રૂપિયામાં 23 ખેલાડી ખરીદ્યા છે. જેમાં 8 વિદેશી ખેલાડી સામેલ છે. હાર્દિક તથા અફઘાનિસ્તાનનો સ્પીનર રશિદ 15-15 કરોડમાં વેચાયા છે. ગિલ 8 કરોડ, શમી 6.25 કરોડ તથા તેવટિયા 9 કરોડમાં વેચાયો હતો. અન્ય ખેલાડીઓમાં લૉકી ફર્ગ્યુસન 10 કરોડ, અભિનવ મનોહર 2.60 કરોડ, જેસન રે 2 કરોડ, આર.સાંઇ કિશોર 3 કરોડ, નૂર અહેમદ 30 લાખ, સાઇ સુદર્શન 20 લાખ, યશ દયાલ 3.20 કરોડ, મેથ્યુ વૅડ 2.40 કરોડમાં વેચાયા હતા.