• Home
  • News
  • ઈતિહાસમાં આજે:કૈલાશ સત્યાર્થીને શાંતિના નોબલ પુરસ્કાર આપવાની જાહેરાત; અંતરિક્ષ પર તમામને મળ્યો અધિકાર; એશિયામાં પહેલી વખત ઓલિમ્પિક ખેલ
post

2010માં પ્રસિદ્ધ ગઝલ ગાયક જગજીતસિંહનું મુંબઈમાં નિધન

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-10 09:09:55

આજનો દિવસ ભારત માટે ઘણો જ ખાસ છે. બચપન બચાવો આંદોલન ચલાવતા કૈલાશ સત્યાર્થીને શાંતિના નોબેલ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ભલે જ તેઓએ પાકિસ્તાનની મલાલા યુસુફઝઇની સાથે આ પુરસ્કારને શેર કર્યો હતો, પરંતુ તેનાથી ભારતમાં બાળ અધિકારો માટે કરવામાં આવેલાં તેમનાં કામોને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી હતી.

કૈલાશ સત્યાર્થીનો જન્મ મધ્યપ્રદેશના વિદિશામાં 11 જાન્યુઆરી, 1954નાં રોજ થયો હતો. વ્યવસાયે ઈલેક્ટ્રોનિક એન્જિનિયર રહેલા કૈલાશ સત્યાર્થીએ 26 વર્ષની ઉંમરમાં જ કેરિયર છોડીને બાળકો માટે કામ કરવાનું શરૂ કર્યુ હતું તેઓએ ચાઈલ્ડ લેબર વિરૂદ્ધ અભિયાન ચલાવ્યું અને હજારો બાળકોના જીવનને બચાવ્યો. તેઓ ગ્લોબલ માર્ચ અગેઈન્સ્ટ ચાઈલ્ડ લેબરના અધ્યક્ષ પણ રહ્યાં છે. સત્યાર્થી પર ચાઈલ્ડ લેબર છોડાવવાની વાતને લઈને અનેક વખત જીવલેણ હુમલો પણ થયો છે. 2011માં દિલ્હીની કપડા ફેકટ્રીમાં પાડવામાં આવેલા દરોડા અને 2004માં ગ્રેટ રોમન સર્કસથી બાળ કલાકારોને છુડાવવા દરમિયાન તેમના પર હુમલાઓ થયા હતા.

નોબેલથી પહેલાં તેઓને 1994માં જર્મનીનું ધ એરકનર ઈન્ટરનેશનલ પીસ એવોર્ડ, 1995માં અમેરિકાના રોબર્ટ એફ કેનેડી હ્યુમન રાઈટ્સ એવોર્ડ, 2007માં મેડલ ઓફ ઈન્ટેલિયન સેનેટ અને 2009માં અમેરિકાના ડિફેન્ડર્સ ઓફ ડેમોક્રેસી એવોર્ડ સહિત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.

1967: આઉટર સ્પેસ ટ્રીટી લાગુ થઈ
આઉટર સ્પેસ ટ્રીટને બાહ્મ અંતરિક્ષ સંધિ પણ કહેવામાં આવે છે. આ ટ્રીટી 27 જાન્યુઆરી, 1967નાં રોજ અમેરિકા, સોવિયત સંઘ અને બ્રિટન વચ્ચે થયેલી આઉટર સ્પેસમાં પરમાણુ
હથિયારોના ઉપયોગને રોકવા માટે કરવામાં આવી હતી. આ સમજૂતી પર 105 દેશોએ હસ્તાક્ષર કર્યા છે. આ 10 ઓક્ટોબર, 1967નાં રોજ લાગુ થઈ હતી. ડિસેમ્બર-1966માં યુએન
મહાસભા દ્વારા મંજૂર ટ્રીટીની શરતો મુજબ બહારના અંતરિક્ષ પર કોઈ એક દેશનો અધિકાર નથી. તમામ દેશોને અંતરિક્ષ અનુસંધાનની પૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત છે. આ ટ્રીટી પર હસ્તાક્ષર
કરનારા તમામ દેશ આઉટર સ્પેસનો ઉપયોગ માત્ર શાંતિથી જોડાયેલા કામો માટે કરી શકે છે. ચંદ્ર તથા બીજા ગ્રહો પર કોઈ પણ પ્રકારના સૈનિક કેન્દ્રોની સ્થાપના નહીં કરવામાં આવે.

1964: એશિયામાં પહેલી વખત ઓલોમ્પિક રમતની શરૂઆત
એશિયામાં સૌપ્રથમ વખત ઓલોમ્પિક્સનું આયોજન 1964માં ટોક્યોમાં થયું. 10 ઓક્ટોબરથી આ રમતોત્સવની શરૂઆત થઈ હતી. બીજા વિશ્યુદ્ધની ભયાનકતાને યાદ કરવા માટે 6
ઓગસ્ટ 1945નાં રોજ હિરોશિમામાં જન્મેલી યોશિનોરી સકાઇને મશાલ સળગાવવા માટે પસંદ કરવામાં આવી હતી. હિરોશિમામાં 6 ઓગસ્ટ, 1945નાં રોજ પરમાણુ બોંબ ફેંકવામા આવ્યા
હતા. ટોક્યો ઓલોમ્પિક પહેલાં એવા ઓલોમ્પિક રહ્યાં જેનું પ્રસારણ સેટેલાઈટના ઉપયોગ કરતા અમેરિકા અને યુરોપમાં કરવામાં આવ્યા. પહેલી વખત કેટલી રમતોનું કલર પ્રસારણ શરૂ
થયું હતું.

આજની તારીખ આ ઘટનાઓને લઈને પણ યાદ કરવામાં આવે છેઃ

·         1846: બ્રિટિશ એસ્ટ્રોનોમર વિલિયમ લાસેલએ નેપચ્યૂનના નેચરલ સેટેલાઈટની શોધ કરી.

·         1865: જોન વેલ્સે હયાતે બિલિયડ બોલની પેટેન્ટ મેળવી.

·         1893: પહેલી વખત કાર નંબર પ્લેટ ફ્રાંસના પેરિસમાં જોવા મળી.

·         1910: વારાણસીમાં મદન મોહન માલવીયની અધ્યક્ષતામાં પહેલી અખીલ ભારતીય હિન્દી સંમેલનનું આયોજન થયું.

·         1954: ભારતીય ફિલ્મોની પ્રસિદ્ધ અભિનેત્રી રેખાનો જન્મ.

·         1970: ફિઝીને બ્રિટનથી સ્વતંત્રતા મળી.

·         1978: રોહિણી ખાદિલકર રાષ્ટ્રીય ચેસ સ્પર્ધા જીતવાવાળા પ્રથમ મહિલા બન્યાં.

·         1986: સેન સ્લવાડોરમાં 7.5ની તીવ્રતાવાળા ભૂકંપને કારણે 1,500 લોકોના મોત નિપજ્યા.

·         1900: અમેરિકાનો 67મો માનવ અંતરિક્ષ મિશન ડિસ્કવરી-11 અંતરિક્ષમાંથી પરત ફર્યુ.

·         2005: એન્જેલા મર્કેલ જર્મનીની પહેલી મહિલા ચાન્સેલર બન્યા.

·         2010: પ્રસિદ્ધ ગઝલ ગાયક જગજીતસિંહનું મુંબઈમાં નિધન.

·         2015: તુર્કીના અંકારામાં એક શાંતિ રેલીમાં બોમ્બ વિસ્ફોટ થયો, ઓછામાં ઓછો 95 લોકોના મોત થયા અને 200 જેટલાં લોકો ઘાયલ થયા.

 

adv

Related News

post
post
post
post
post
post
post