• Home
  • News
  • હવે ભાજપમાં 4 શંકાસ્પદ, ઇનામદારની ધાનાણી સાથે બંધ બારણે મુલાકાત થઈ
post

ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજી ઉપરાંત દક્ષિણ ગુજરાતના એક મંત્રીના ઇશારે અન્ય બે ધારાસભ્યો પણ પાર્ટીથી નારાજ હોવાનું જાણવા મળ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-18 11:08:18

ગાંધીનગર: કોંગ્રેસના અમુક ધારાસભ્યોએ પોબારા ગણી લીધાં છે અને હજુ બીજા પાળ પર આવી બેઠાં છે, ત્યાં બીજી તરફ ભાજપની છાવણીમાં પણ ભરપૂર ટેન્શન છે. ભાજપના ચાર ધારાસભ્યો હાલ નારાજ હોવાનું જાણવા મળે છે અને તેમના પર ગુજરાત ભાજપના નેતાઓ સતત વોચ રાખી રહ્યા છે. આ અગાઉ સોમવારે બપોર બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે બંધ બારણે વિપક્ષના નેતા પરેશ ધાનાણી સાથે બેઠક કરી હોવાની બાતમી મળતાં જ ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ ઇનામદારનો હવાલો લઇ લીધો. તેઓ હવે ઇનામદારને પોતાની સાથે જ રાખી રહ્યા છે. ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજી ઉપરાંત દક્ષિણ ગુજરાતના એક મંત્રીના ઇશારે અન્ય બે ધારાસભ્યો પણ પાર્ટીથી નારાજ હોવાનું જાણવા મળ્યું છે.


શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી ચૂંટણી મેદાનમાં
દરમિયાનમાં મોડી રાત્રે કોંગ્રેસે જાહેર કર્યું છે કે રાજ્યસભાની ચૂંટણીમાં પ્રથમ ઉમેદવાર તરીકે શક્તિસિંહ ગોહિલ હશે જ્યારે બીજા ઉમેદવાર તરીકે ભરતસિંહ સોલંકી મેદાનમાં રહેશે. હવે જોવાનું છે કે કોંગ્રેસના ધારાસભ્યો કેવું વલણ અપનાવે છે.

adv

Related News

post
post
post
post
post
post
post