• Home
  • News
  • હવે અમેરિકાના બાલ્ટીમોરમાં મોટી દુર્ઘટના, જહાજ અથડાતાં ફ્રાન્સિસ સ્કોટનો બ્રિજ પત્તાના મહેલની જેમ ધરાશાયી થયો
post

અમદાવાદના અટલ બ્રિજ જેવી ડિઝાઇનવાળો બ્રિજ 5 જ સેકન્ડમાં કડડભૂસ, ડઝનેક ગાડીઓ નદીમાં ખાબકી

Written By newsonline | Ahmedabad | Published: 2024-03-26 18:28:01

બાલ્ટીમોર: અમેરિકાના બાલ્ટીમોરમાં મંગળવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ. રાતના સમયે એક કાર્ગો શિપના અથડાવાથી 'ફ્રાન્સિસ સ્કોટનો બ્રિજ' તૂટી ગયો. ન્યૂયોર્ક ટાઇમ્સના જણાવ્યા પ્રમાણે અમેરિકાના સમય પ્રમાણે રાત્રે લગભગ અઢી વાગ્યે શિપ અથડાવાથી બ્રિજ ધરાશાયી થયો. તે પછી તેમાં આગ લાગી ગઈ અને શિપ ડૂબી ગયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે બ્રિજ ધરાશાયી થયા બાદ તેઓ લગભગ 7 લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બ્રિજ ધરાશાયી થવાને કારણે તેના પર ચાલી રહેલી ડઝનેક ગાડીઓ નદીમાં ખાબકી હતી. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, મેરીલેન્ડ ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટીએ જણાવ્યું કે બ્રિજ પર દુર્ઘટના બાદ બંને તરફની તમામ લેન બંધ કરીને ટ્રાફિકને અટકાવી દેવામાં આવ્યો છે.

 

સિંગાપોરના ધ્વજવાળું જહાજ શ્રીલંકા જઈ રહ્યું હતું
ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, સિંગાપોરના ધ્વજવાળા આ જહાજનું નામ 'ડાલી' છે અને તે શ્રીલંકાની રાજધાની કોલંબો જઈ રહ્યું હતું. આ જહાજ 948 ફૂટ લાંબું હતું. ફ્રાન્સિસ કી બ્રિજ 1977માં પટાપ્સકો નદી પર બનાવવામાં આવ્યો હતો. તેનું નામ અમેરિકાનું રાષ્ટ્રગીત લખનાર ફ્રાન્સિસ સ્કોટ કીના નામ પરથી રાખવામાં આવ્યું છે.

અથડામણનું કારણ હજુ જાણી શકાયું નથી
ડાલી જહાજની માલિકી ધરાવતી કંપનીએ કહ્યું કે જહાજ પર હાજર બે પાઇલટ સહિત બધા જ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. તેઓ ઘાયલ થયા નથી. જહાજ અને પુલ વચ્ચે અથડામણનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. જહાજના માલિક અને અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. હાલમાં બાલ્ટીમોર હાર્બરમાં પાણીનું તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post