• Home
  • News
  • હવે AAP પ્રમુખ સામે કાનૂની કાર્યવાહી:ઈસુદાને મન કી બાતના 100 એપિસોડમાં 830 કરોડ ખર્ચની પોસ્ટ કરી, સાયબર ક્રાઇમે ફરિયાદ નોંધી
post

અમદાવાદ સાયબર ક્રાઇમના એસીપી જીતેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, ઈસુદાન કરેલા ટ્વીટમાં પ્રધાનમંત્રીના મન કી બાત અંગેની વાત કહેવામાં આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-01 17:33:10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમમાં 830 કરોડ રૂપિયા ખર્ચાયા હોવાનું ટ્વીટ આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત પ્રમુખ ઈસુદાને કર્યું હતું. આ માહિતી પાયાવિહોણી હોવાની અને તેના કોઈ પુરાવા ન હોવાથી હવે ઈસુદાન સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદ સાયબર ક્રાઇમમાં ઇસુદાન સામે સાયબર એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે અને અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ અંગે તપાસ કરી રહી છે.


કેસમાં હજી વધુ તપાસ કરવાની બાકી- એસીપી
અમદાવાદ સાયબર ક્રાઇમના એસીપી જીતેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, ઈસુદાન કરેલા ટ્વીટમાં પ્રધાનમંત્રીના મન કી બાત અંગેની વાત કહેવામાં આવી હતી. જેમાં માહિતી પાયાવિહોણી અને પુરાવા વગરની હતી. જેથી અમદાવાદ સાયબર ક્રાઇમે ઈસુદાન સામે ગુનો નોંધ્યો છે. હાલ ઈસુદાનના આ ટ્વીટ સંદર્ભની સાયબર ક્રાઇમ દ્વારા તપાસ ચાલી રહી છે અને આ કેસમાં હજી વધુ તપાસ કરવાની બાકી હોવાથી કાયદેસરની કાર્યવાહી પણ ચાલી રહી છે.


સાયબર ક્રાઈમે ઈસુદાન ગઢવી સામે ફરિયાદ નોંધી
આનાથી પાર્ટીના ઈસુદાન ગઢવીની મુશ્કેલીમાં હવે વધારો થવા જઈ રહ્યો છે. એક તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના જીતેલા કોર્પોરેટરો પાર્ટી છોડીને પક્ષપલટો કરી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં સાયબર ક્રાઈમે ઈસુદાન ગઢવી સામે એક ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદમાં ઈસુદાને પ્રધાનમંત્રીની મન કી બાતના કાર્યક્રમમાં 830 કરોડ રૂપિયા વપરાયા હોવાની વાત કરી હતી. આ સમગ્ર મામલે આ ટ્વીટના મુદ્દે કોઈ વાત પુરાવા સાથે ન હોવાથી પ્રધાનમંત્રીને બદનામ કરવા માટે કરાયેલું ટ્વીટ હોવાનું જાણવા મળ્યું છે, જે સંદર્ભે અમદાવાદ સાયબર ક્રાઇમે ઈસુદાન સામે ગુનો નોંધ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post