• Home
  • News
  • લાઈસન્સ માટે RTOમાંથી હવે નવી એપોઈન્ટમેન્ટ લેવી પડશે
post

સુભાષ બ્રિજમાં રોજના 2500 સામે માત્ર 375 અરજદારને બોલાવાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-03 11:58:53

અમદાવાદ: અમદાવાદની સુભાષ બ્રિજ, વસ્ત્રાલ અને બાવળા આરટીઓમાં આગામી 4 જૂનથી કામગીરી શરૂ થવાની છે. ત્યારે અગાઉ લીધેલી એપોઇન્ટમેન્ટ માન્ય નહીં રાખવાનો નિર્ણય કરાયો છે.  અરજદારે ફરી એપોઇન્મેન્ટ  લેવાની રહેશે. બુધવારથી ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઇ શકાશે. કોવિડ-19ના નિયમને  ધ્યાનમાં રાખી સુભાષ બ્રિજ આરટીઓમાં લાઈસન્સ સંબંધિત કામ માટે મળતી રોજની 2500ની સામે માત્ર 375 એપોઇન્ટમેન્ટ ફાળવવામાં આવી છે. 


કોરોનાની મહામારીના લીધે ગત 22 માર્ચથી સમગ્ર રાજ્યની આરટીઓમાં કામગીરી બંધ કરી દેવાઈ હતી. આ સમયે ઘણા અરજદારોએ એપોઇન્ટમેન્ટ લઈને રાખી હતી, જે હવે રદ કરી દેવાઈ છે. સુભાષ બ્રિજ આરટીઓ બી.વી.લીંબાસીયાએ કહ્યું કે, રાજ્યના વાહન વ્યવહાર વિભાગે જારી કરેલી ગાઈડલાઈન મુજબ અરજદારોએ આરટીઓના કોઈ પણ કામ માટે ફરી એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે.  કોવિડ-19ના નિયમ મુજબ સામાજિક અંતર જાળવવું ફરજિયાત છે. જેના પગલે હાલ એપોઇન્ટમેન્ટના સ્લોટ ઘટાડવામાં આવ્યા છે. 


ટુ-વ્હીલર માટે 150, કાર માટે 75ની મર્યાદા
સુભાષ બ્રિજ આરટીઓમાં  વાહનના પાકા લાઈસન્સ માટે વાહનની પ્રેક્ટિકલ પરીક્ષાના સ્લોટ ઘટાડી દેવાયા છે, જેમાં  ટુ વ્હીલરની 150 અને ફોર વ્હીલરની 75 અપોઈન્ટમેન્ટ મળશે. ડ્રાઇવિંગ લાઈસન્સના કામ માટે 150 અને વાહન સંબંધિત  કામ માટે 200 એપોઇન્ટમેન્ટ ફાળવાઈ છે.

adv

Related News

post
post
post
post
post
post
post