• Home
  • News
  • હવે મહિન્દ્રાની ગાડીને ‘ટાટા’:આ છે ભૂપેન્દ્ર પટેલની નવી બુલેટપ્રૂફ ફોર્ચ્યુનર, CMના કાફલામાં 20 વર્ષે સ્કોર્પિયોને ગુડબાય!
post

સોમવારે CMએ પોતાના કાફલામાં ફોર્ચ્યુનર ગાડીમાં સવારી કરી

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-21 17:47:20

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાફલામાં નવી 12 ટોયોટા ફોર્ચ્યુનર ગાડી વસાવી લીધી છે. અગાઉ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી સીએમના કાફલામાં સ્વદેશી મહિન્દ્રા સ્કોર્પિયો ગાડીઓનો સમાવેશ કરાયો હતો. જોકે ભૂપેન્દ્ર પટેલે એ ગાડીઓને બદલીને હવે નવીનક્કોર ફોર્ચ્યુનર ગાડીઓ પોતાના ઉપયોગ માટે છોડાવી છે. સરકારે મુખ્યમંત્રીના આ નવા કાફલા માટે અંદાજે 25 કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાનું જાણવા મળ્યું છે.

સોમવારે CMએ પોતાના કાફલામાં ફોર્ચ્યુનર ગાડીમાં સવારી કરી
મુખ્યમંત્રીના કાફલામાં સામાન્ય રીતે છ ગાડી રહે છે, પરંતુ ઇમર્જન્સીના સમયમાં ઉપયોગમાં લેવી પડે એમ હોય તો એક સ્ટેન્ડબાય કાફલા તરીકે અન્ય છ ગાડીને પણ રાખવામાં આવી છે. આ તમામ ગાડીઓ બુલેટપ્રૂફ, જીપીએસ અને અન્ય સુરક્ષા તથા તકનીકી સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. સોમવારે જ મુખ્યમંત્રી પોતાના કાફલામાં ફોર્ચ્યુનર ગાડીમાં સવાર થઇને સચિવાલય આવ્યા હતા. તેમની ગાડીના ડેશબોર્ડ પર તેમના શ્રદ્ધાના કેન્દ્ર એવા સિમંધર સ્વામીની સફેદ પ્રતિમા પણ મૂકવામાં આવી છે.

સૂ્ત્રોના જણાવ્યા મુજબ, પટેલને સ્કોર્પિયો કરતાં ફોર્ચ્યુનર ગાડી વધુ પસંદ હોવાથી આ મોડલ પસંદ કરાયું છે. કાફલાની તમામ ગાડીઓ એક જ મોડલ અને એક જ રંગની હોય છે.

મુખ્યમંત્રી પાસે રૂ. 191 કરોડનું વિમાન પણ છે
2019માં તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં ગુજરાત સરકારે મુખ્યમંત્રી માટે ખરીદેલા 20 વર્ષ જૂના વિમાનને બદલી 191 કરોડના ખર્ચે બોમ્બાર્ડિયર ચેલેન્જર 650 ખરીદ્યું હતું. જોકે રૂપાણી આ વિમાનનો ઉપયોગ કરે એ પૂર્વે જ તેમની સરકાર જતી રહી અને ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી બની પ્રથમ સવારી કરી હતી.

મોદી કોન્ટેસાને કાઢીને સ્કોર્પિયો લાવ્યા
ઉલ્લેખનીય છે કે, 20 વર્ષ પૂર્વે ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો ત્યારે CM કોન્વોયમાં કોન્ટેસા કારનો ઉપયોગ થતો હતો. બાદમાં સલામતીના કારણોસર એ સમયે મહેન્દ્રા કંપનીની સ્કોર્પિયોનો ઉપયોગ શરૂ કરાયો હતો. નરેન્દ્ર મોદીને પગલે આનંદીબહેન પટેલ, વિજય રૂપાણી અને બાદમાં હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પહેલી ટર્મમાં સ્કોર્પિયો કારનો જ ઉપયોગ કર્યો હતો. જોકે, હવે બદલાતી ટેક્નોલોજી અને સલામતી સહિતના કારણોસર તેઓ હવે ફોર્ચ્યુનર ફરશે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post