• Home
  • News
  • હવે અમદાવાદ મ્યુનિ.ની કમાન મુકેશકુમારના હાથમાં: કૈલાસનાથન, CS મુકીમ અને રાજીવ ગુપ્તા પણ મેદાનમાં ઉતર્યા
post

કોરોનાના કેસ મામલે સમગ્ર દેશમાં જેટગતિએ આગળ વધી રહેલા અમદાવાદ શહેરના કારણે આખા ગુજરાતની સ્થિતિ ગંભીર બની

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-06 10:33:10

અમદાવાદ : અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસને કાબૂમાં લેવા ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ એલર્ટ થઈ ગયા છે. મુખ્ય સચિવથી માંડીને કૈલાસનાથન સહિતના અધિકારીઓ અમદાવાદ આવી પહોંચ્યા છે અને શહેરની પરિસ્થિતિનો તાગ મેળવીને આગામી રણનીતિ ઘડવા માટે તૈયારીઓ શરૂ કરી છે. જેને લઇને આજે રિવરફ્રન્ટમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન અને નવનિયુકત વિશેષ અધિકારી ડૉ. રાજીવકુમાર ગુપ્તા અને મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર હાજર રહ્યાં હતા. આ ઉપરાંત શહેરના તમામ નાયબ કમિશનરો વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા.

નેહરાની મદદ માટે અનુભવી અધિકારીઓ મેદાનમાં ઉતાર્યા
કોરોનાના કેસ મામલે સમગ્ર દેશમાં જેટગતિએ આગળ વધી રહેલા અમદાવાદ શહેરના કારણે આખા ગુજરાતની સ્થિતિ ગંભીર બની છે. જેને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યાં હતા. સરકાર માટે સંકટરૂપ બની રહેલી નેહરાની કામગીરી અને અમદાવાદની સ્ફોટક સ્થિતિ અંગે 3મેના રોજ એક એક્સક્લુઝિવ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. આ અહેવાલમાં લખ્યું હતું કે, ‘વિજય નેહરા હવેપરિસ્થિતિને પહોંચી વળે તેમ ન હોવાથી ગુજરાત સરકાર પણ હરકતમાં આવી હોય તેમ સરકારે નવી રણનીતિ ઘડવી પડશે અને નેહરાની મદદ માટે બીજા અનુભવી અધિકારીઓને મેદાનમાં ઉતારવા પડશે. આ અહેવાલ પ્રસિદ્ધ થયાના 2 દિવસમાં જ અક્ષરશઃ સાચો પડ્યો છે.

કોરોનાને કાબૂમાં લેવા વિશેષ અધિકારીઓની નિમણૂંક
કોરોના વાઇરસના પોઝિટિવ કેસના સંપર્કમાં આવ્યા હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર વિજય નેહરા હોમ ક્વોરન્ટીન થયા છે અને હાલ મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ મુકેશકુમારને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે રાજ્યના વરિષ્ઠ અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાને નિમવામાં આવ્યા છે. કોરોના વાઇરસને લગતી તમામ સારવાર માટેની સુવ્યવસ્થા, સંકલન અને સુપરવિઝન માટે વિશેષ અધિકારી તરિકે મહેસૂલના અધિક મુખ્ય સચિવ પંકજકુમારની નિમણૂંક કરવામાં આવી છે.

સ્ટ્રેટેજી બદલવી કે નહીં તેનો નિર્ણય આજે: મુકેશકુમાર
અગાઉ અમદાવાદના કમિશનર રહી ચૂકેલા મુકેશકુમારે વાતચીતમાં કહ્યું કે, મેં ચાર્જ સંભાળ્યો છે અને ડેપ્યુટી કમિશનરો પાસેથી ઝોન વાઈસ પ્રાથમિક વિગતો મેળવી છે. બુધવારે બપોરે બાર વાગ્યે એક મહત્ત્વની મિટિંગ રાખવામાં આવી છે, જેમાં સરકારે નિયુકત કરેલા રાજીવ ગુપ્તા સહિતના અધિકારીઓ હાજર રહેશે અને અમદાવાદમાં કોવિડ-19ને કાબુમાં લેવા સ્ટ્રેટેજી શુ રાખવી, હાલમાં ચાલતી સ્ટ્રેટેજી બદલવી કે નહીં તેનો નિર્ણય બુધવારે યોજાનારી મિટીંગમાં લેવાશે. 


રિવરફ્રન્ટ હાઉસ ખાતે મંગળવારે સાંજે યોજાયેલી મિટિંગમાં પ્રાથમિક ચર્ચા કરીને શહેરમાં નવા નોંધાઈ રહેલા કેસ અને મૃત્યુનાં કારણો અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post